બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારા કામનું / સંભોગ બાદ ભૂલથી પણ ન કરતાં આ કામ, ઉલમાંથી ચૂલમાં પડશો, લાઈફ થશે બરબાદ
Last Updated: 11:20 PM, 26 October 2025
જાતીય સંબંધ બાદ શરીરની યોગ્ય સંભાળ રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે આ સમયે શરીરમાં અનેક હોર્મોનલ બદલાવ થાય છે અને તાપમાનમાં પણ ફેરફાર થાય છે. ઘણીવાર લોકો સંભોગ પછી એવી કેટલીક વસ્તુઓ કરે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. ચાલો જાણીએ કે શારીરિક સંબંધ બાંધ્યા પછી શું ન કરવું અને શું કરવું જોઈએ.
ADVERTISEMENT
ઠંડું પાણી ન પીવું
જાતિય સંબંધ બાંધ્યા બાદ તરત જ ઠંડું પાણી પીવાનું ટાળવું જોઈએ. આ સમયે શરીરનું તાપમાન સામાન્ય કરતા ઓછું હોય છે. ઠંડું પાણી પીવાથી તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે, જે હૃદય અને મગજ પર દબાણ પેદા કરી શકે છે.
ADVERTISEMENT
ગરમ પાણીથી સ્નાન ન કરવું
ઘણા કપલ્સ ઇન્ટીમેટ થયા પછી ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે, પરંતુ નિષ્ણાતોના મત મુજબ આ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ગરમ પાણીથી શરીરનું તાપમાન ઝડપથી ઘટી શકે છે, જેના કારણે બ્લડ પ્રેશર અચાનક નીચે જઈ શકે છે.
ADVERTISEMENT
ધૂમ્રપાન ટાળવું
ફિઝિકલ રિલેશન પછી સિગારેટ પીવાની ટેવ સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે. ધૂમ્રપાન પોતાનામાં જ હાનિકારક છે, પરંતુ આ સમયે તે ફેફસાં અને હૃદય પર વધુ પ્રતિકૂળ અસર કરે છે.
ADVERTISEMENT
ભારે કસરત ન કરવી
શરીર સંબંધ પોતે જ એક શારીરિક પ્રવૃત્તિ છે, તેથી તરત પછી ભારે વર્કઆઉટ ન કરવો. આવું કરવાથી શરીર પર વધુ ભાર પડે છે અને સ્નાયુઓ થાકી જાય છે. કેટલીકવાર હાર્ટ સંબંધિત જોખમો પણ વધી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિચાર તો આવ્યો હશે! શું મૃત વ્યક્તિની આંગળીથી તેના ફોનનું ફિંગર લોક ખૂલી જાય? જવાબ રસપ્રદ
શું કરવું જોઈએ ?
ADVERTISEMENT
જાતિય સમાગમ બાદ સ્વચ્છતા જાળવવી સૌથી મહત્વપૂર્ણ છે. પેશાબ કરીને યોનિમાર્ગ અથવા ગુપ્ત અંગોને હળવાશથી પાણી અને સાબુથી સાફ કરો, પરંતુ અંદર સુધી સાબુ લગાવવાનું ટાળો. આ સાથે, ચુસ્ત કપડાં અથવા ટાઇટ અંદરનાં વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ જેથી ત્વચા શ્વાસ લઈ શકે.
યોગ્ય સ્વચ્છતા અને શરીરની કાળજીથી કામક્રિડા પછીનું સ્વાસ્થ્ય જાળવવું સરળ બની શકે છે અને કોઈ પ્રકારની ઇન્ફેક્શન અથવા તકલીફથી બચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.