બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health brazil scientists developed cocaine vaccine to cure cocaine addiction

પ્રયોગ / ના હોય! તો શું હવે ડ્રગ્સની લત છોડી શકાશે? વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વેક્સિન, જાણો કેવી રીતે અસર કરશે

Arohi

Last Updated: 09:49 AM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cocaine Vaccine: કોકેનનો નશો દુનિયાભરમાં એક મોટી સમસ્યા બન્યો છે. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાંતો અનુસાર વર્ષ 2021માં લગભગ 2.2 કરોડ લોકોએ આ ડ્રગ્સનું સેવન કર્યું છે. આ વચ્ચે બ્રાઝીલના વૈજ્ઞાનિકોએ એક એવી વેક્સીન તૈયાર કરી છે જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વેક્સીન કોકીનની અસરને મગજ સુધી પહોંચવા જ નહીં દે.

દુનિયામાં કોકેનનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાંતોનું માનવું છે કે 2021માં લગભગ 2.2 કરોડ લોકોએ આ ડ્રગનું સેવન કર્યું. તમે જાણીને ચોંકી જશો કે આ સંખઅસા ન્યૂયોર્કની જનસંથ્યાથી પણ વધારે છે. 

જણાવી દઈએ કે બ્રાઝીલમાં સંશોધકોએ લોકોને નશોની લતથી બચાવવા અને છુટકારો આપવા માટે કોકેન વેક્સીનનું પરીક્ષણ કર્યું છે અને દાવો કર્યો છે કે તેનાથી યુવા નશાથી દૂર રહેવાની સાથે ફરી ડ્રગ્સની તરફ જોશે પણ નહીં. 

નશીલી દવાઓનું સેવન કરવાથી રોકશે વેક્સીન 
યુરોપમાં કેનાબિસ, એટલે ભાંગના બાદ કોકેન બીજો સૌથી સામાન્ય સ્ટ્રીટ ડ્રગ છે. તેને કોકાના પાનથી કાઢવામાં આવે છે અને સામાન્ય રીતે પાઉડરના રૂપમાં લેવામાં આવે છે. જણાવી દઈએ કે તેની લત ખૂબ જ વધારે ઝડપથી લાગી જાય છે અને તેના કારણે શરીરનો કોઈ એક ભાગ હંમેશા માટે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. 

કોકેન શરીરને તેમની ક્ષમતાથી વધારે મર્યાદા સુધી લઈ જાય છે. જેનાથી શારીરિક અસર પડે છે. જો કોઈ વ્યક્તિ તેનાથી છુટકારો મેળવવા માંગે છે તો તેને ખૂબ વધારે શારીરિક અને માનસિક સ્ટ્રેસ ભોગવવું પડે છે. 

આ વચ્ચે બ્રાઝીલના સંશોધકોને આશા છે કે કોકેનની લતથી ઝઝુમી રહેલા લોકોને વેક્સીનથી મદદ મળી શકે છે. આ વેક્સીન લોકોને નશીલી દવાઓનું સેવન કરવાથી રોકશો અને નશાની લતના જોખમને ઓછુ કરવાનું કામ પણ કરે છે. 

કોકેન વેક્સીનથી ઓવરડોઝનો ખતરો 
કોકેન વેક્સીન લેનાર લોકોને કોકેન વધારે પ્રમાણમાં લેવાનો ખતરો પણ વધી શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર જો તમે ડ્રગ્સનું સેવન કરો છો અને તમને પહેલાની જેમ મજા નથી આવતી તો તમે ઓવરડોઝ લઈ શકો છો.  

ઉંદર પર સફળ રહ્યું વેક્સીનનું ટ્રાયલ 
બ્રાઝીલના સંશોધકોનું માનવું છે કે તેમની બનાવેલી વેક્સીન શરીરને એવી એન્ટીબોડી બનાવવા માટે પ્રેરિત કરનાર હોવી જોઈએ જે કોકેનનો ઉપયોગ થવા પર તેની સાથે ચોંટી જાય. એવામાં આ તે નશા માટે જવાબદાર તત્વ, લોહી દ્વારા મગજ સધી ન પહોંચી શકે.  

વધુ વાંચો: કયા વિટામીનની ઊણપથી વ્યક્તિને આવવા લાગે છે વૃદ્ધત્વ? 99 ટકા લોકો નથી જાણતા, જાણો લક્ષણ-ઉપાય

એક વૈજ્ઞાનિક અનુસાર ઉંદર પર વેક્સીનનું ટ્રાયલ સફળ રહ્યું છે અને માણસો પર પણ તે સફળ થવાની સંપૂર્ણ આશા છે. જો આ થઈ શક્યું તો આ દુનિયાની પહેલી એન્ટી-કોકેન વેક્સીન હશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ