બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

VTV / આરોગ્ય / health benefits of eating plums it promotes digestion

ફાયદાકારક / કબજિયાતથી લઇને હાઇ બીપી સુધી... જેવી અનેક બીમારીઓને કંટ્રોલમાં કરશે આ ફ્રૂટ, જાણો ફાયદા

Bijal Vyas

Last Updated: 09:16 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલુબુખારા એક મોસમી ફળ છે, જે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેને પ્લમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

  • આલુ હાઈ બીપીને કંટ્રોલ કરે છે
  • કબજિયાતથી પીડાતા લોકો માટે આલુ એક રામબાણ દવા છે
  • એન્ટીઑકિસડન્ટથી ભરપૂર આલુ ખાવાથી મગજ તેજ થાય છે

Health Benefits Of Plums: સ્વાદમાં મીઠો અને ખાટો, આલુબુખારા એક મોસમી ફળ છે, જે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેને પ્લમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આલુમાં ડાયેટરી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી બચાવે છે. તે પાચન માટે ખૂબ સારું માનવામાં આવે છે અને આ ફળ ત્વચા સંબંધિત સમસ્યાઓને પણ ઘટાડે છે. તો આવો જાણીએ, આલુના અનેક ફાયદાઓ વિશે....

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક
આલુ પોટેશિયમથી ભરપૂર હોય છે. જે હાઈ બીપીને કંટ્રોલ કરે છે. તે શરીરમાંથી સોડિયમને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે બ્લડ પ્રેશરના દર્દી છો તો આ ફળ ચોક્કસ ખાઓ.

Tag | VTV Gujarati

કબજિયાતથી રાહત અપાવવામાં અસરકારક
કબજિયાતથી પીડાતા લોકો માટે આલુ એક રામબાણ દવા છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમારા પાચનને પ્રોત્સાહન આપે છે. આ ફળ પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં કારગર સાબિત થઈ શકે છે.

યાદશક્તિ સુધારે છે
એન્ટીઑકિસડન્ટથી ભરપૂર આલુ ખાવાથી મગજ તેજ થાય છે. તમે તેને નાસ્તા તરીકે ખાઈ શકો છો. તે તમારા મગજના સ્વાસ્થ્યને સુધારે છે.

હાડકા માટે ફાયદાકારક
આલુને હાડકાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ ખાવાથી મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસથી બચવામાં મદદ મળે છે. જો તમે આ ફળનું રોજ સેવન કરો છો તો તમે આ બીમારીથી બચી શકો છો.

Topic | VTV Gujarati

સ્કિન માટે ફાયદાકારક
આલુમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે તમારી સ્કિનને સ્વસ્થ રાખે છે. તેમાં હાજર વિટામિન સી કોલેજનને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ છે. તે વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ