બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:25 AM, 21 March 2026
કોલકાતા નાઈટ રાઈડર્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા મોટો ઝટકો લાગ્યો છે. જેમાં તેમના ફાસ્ટ બોલર હર્ષિત રાણા આખી સીઝન માટે બહાર થઈ ગયો છે. હર્ષિતને તાજેતરમાં T20 વર્લ્ડ કપ માટે પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજા થઈ હતી જ્યારે ભારત અને સાઉથ આફ્રિકા રમી રહ્યો હતો. કોલકાતાએ IPL 2025 પહેલા હર્ષિતને 4 કરોડમાં રિટેન કર્યો હતો. તેને તે સિઝનમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
જેમાં હર્ષિતના જમણા ઘૂંટણમાં લિગામેન્ટમાં ખેંચાણ થયું હતું. ફેબ્રુઆરીમાં તેની સર્જરી થઈ હતી અને હવે તે લાંબી રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આથી તે IPL 2026માં રમી શકશે નહીં. જેમાં KKRના મુખ્ય કોચ અભિષેક નાયરે આને ટીમ માટે એક મહત્વપૂર્ણ નુકસાન ગણાવ્યું. તેમને કહ્યું કે, હર્ષિત છેલ્લા કેટલાક સીઝનથી ટીમનો મુખ્ય ભાગ રહ્યો છે ખાસ કરીને ચેમ્પિયનશિપ સીઝન દરમિયાન તેના યોગદાનને કારણે. નાયરે એ પણ સ્પષ્ટતા કરી કે ટીમ હવે નવા બોલરની શોધમાં છે અને રિપ્લેસમેન્ટ અંગે નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

ADVERTISEMENT
આ દરમિયાન KKRએ ઓપ્શન શોધવાનું શરૂ કરી દીધું છે. જેમાં નવદીપ સૈની, આકાશ મધવાલ, સિમરજીત સિંહ, સંદીપ વોરિયર અને કેએમ આસિફ જેવા બોલરો ઈડન ગાર્ડન્સમાં તાલીમ લેતા જોવા મળ્યા છે. મતલબ કે KKR પાસે પાંચ વિકલ્પો તૈયાર છે.
IPL 2026 28 માર્ચથી શરૂ થશે. KKR તેની પહેલી મેચ 29 માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે. જ્યારે ટીમ 2 એપ્રિલે તેના હોમ ગ્રાઉન્ડ પર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હર્ષિત રાણાનું જવાથી કોલકાતા નાઈટ રાઇડર્સ માટે મોટો ફટકો છે. તે ટીમના મહત્વનો ફાસ્ટ બોલરોમાંનો એક રહ્યો છે અને તેને છેલ્લા કેટલાક સીઝનમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. તેને KKR ની IPL 2024 ટાઇટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે સીઝનમાં 19 વિકેટ લીધી હતી. આ પ્રદર્શનથી ટીમ ઇન્ડિયામાં તેના ડેબ્યૂનો માર્ગ મોકળો થયો અને તેણે ધીમે ધીમે રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.