ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:49 PM, 17 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
અત્યારે રામાયણના દરેક પાત્રો દેશમાં છવાયેલા છે. ત્યારે બોક્સ ઓફિસ પર અત્યારે તેજા સજ્જાની ફિલ્મ હનુમાનને લોકો ખુબ આવકારી રહ્યા છે. કારણ કે આ ફિલ્મ દરરોજ રેકોર્ડ બ્રેક બિઝનેસ કરી રહી છે. દર્શકોનો આ ફિલ્મને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં તેજા સજ્જાની એક્ટિંગ દરેકને પસંદ આવી રહી છે. થિયેટરમાં પણ 'જય શ્રી રામ'ના નારા લગાવવામાં આવી રહ્યાં છે. પ્રશાંત વર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તેની કહાનીથી લઈને તેના પાત્રો સુધી લોકોના દિલ જીતી રહી છે. જેથી જ આ ફિલ્મ માત્ર ઘરેલુ બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિશ્વભરમાં સારી કમાણી કરી રહી છે.
ADVERTISEMENT
ફિલ્મે અત્યાર સુધીમાં 5.94 કરોડ રૂપિયાની કમાણી કરી
ADVERTISEMENT
'હનુમાન' 12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને 6 દિવસ થઈ ગયા છે અને 70 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. SACNILC દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 'હનુમાન'ના છઠ્ઠા દિવસના શરૂઆતના આંકડા સામે આવ્યા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 5.94 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
વધુ વાંચો :ઇવેન્ટમાં હનુમાનજીનું પોસ્ટર જોતા જ સાઉથના આ એક્ટરે ઉતાર્યા પગરખાં, Video જોઇ યુઝર્સ ફિદા
ADVERTISEMENT
વર્લ્ડવાઈડ 100 કરોડના ક્લબમાં સામેલ
છેલ્લા 6 દિવસની કમાણી વિશે વાત કરવામાં આવે તો પહેલા દિવસે 8.5 કરોડ, બીજા દિવસે 12.45 કરોડ, ત્રીજા દિવસે 16 કરોડ, ચોથા દિવસે 15.2 કરોડ, પાંચમા દિવસે 13.11 કરોડ અને છઠ્ઠા દિવસે 5.94 કરોડ રૂપિયાની કમાણી કરી છે.. છેલ્લા 6 દિવસમાં આ ફિલ્મે 74.9 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા 4 દિવસની અંદર જ વર્લ્ડ વાઈઢ 100 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. જેની માહિતી તેજા સજ્જાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરીને આપી હતી. આમ આ ફિલ્મની કમાણી દિવસેને દિવસે વધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ