ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં 1.71 કરોડના દારુ પર રોલર ફેરવી દેવાયું, 50,000 બોટલોનો કચ્ચરઘાણ

કાર્યવાહી / વડોદરામાં 1.71 કરોડના દારુ પર રોલર ફેરવી દેવાયું, 50,000 બોટલોનો કચ્ચરઘાણ

Published By: Mit Soni

Last Updated: 05:57 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દારૂ બંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે જો ગુજરાતમાં દારૂ બંધી હોય તો આટલો બધો દારૂ આવે ક્યાંથી? કારણ કે વડોદરામાં 1.71 કરોડના દારુના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

ADVERTISEMENT

31 નજીક આવતાની સાથે જ પોલીસ સતર્ક થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં પોલીસ દ્વારા ચારે બાજુ કડક ચેંકિગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મેગા સીટીઓમાં ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. તો બીજી બાજુ વડોદરા પોલીસના અલગ અલગ 17 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. 50 હજારથી વધુ બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. 1.71 કરોડના દારૂના જથ્થાનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા. એક સાથે આટલી બધી દારૂની બોટલોનો નાશ કરતા રસ્તા પર દારૂની નદીઓ વહી હતી.

vtv app promotion

રસ્તા પર દારૂની નદીઓ, 50 હજારથી વધુ બોટલનો નાશ

વડોદરામાં આવેલા કોયલી ચેકપોસ્ટની સામેના ભાગમાં આવેલા ખુલ્લા પ્લોટમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 50 હજારથી વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવતા રસ્તા પર દારૂની નદીઓ વહીં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા વડોદરા સહિત રાજ્યના અલગ-અલગ શહેરોમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ આવે છે ક્યાંથી તે તપાસના વિષય છે. વડોદરા પોલીસ સતર્ક હોવાથી આટલો દારૂનો જથ્થો શહેરમાં પ્રવેશતા અટકાવ્યો છે.

વધુ વાંચો: સોનામાં વિસ્ફોટક વધારો, 1 તોલાનો ભાવ 1 લાખ 41 હજારને પાર, દોઢ લાખ નજીકમાં

વડોદરામાં દારૂના 3200થી વધુ કેસ 2025ના વર્ષમાં કરાયા

જો વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો વડોદરા પોલીસ દ્વ્રારા એક વર્ષ એટલે કે 2025ના વર્ષમાં 3200 વધુ દારૂ અંગેના કેસ કરવામાં આવ્યા હતા. સાથે-સાથે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ તમામ કેસોની તપાસ કરતા પોલીસ દ્વારા અંદાજે રૂપિયા 9.54 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વડોદરાના 17 અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પકડાયેલા 1.71 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Liquor Ban Liquor Seized Vadodara Vadodara Liquor News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ