ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રિ-પ્રાયમરી શાળાઓ પર FRC કમિટી બોલાવશે તવાઈ, ચોંકાવનારા ખુલાસાથી મચ્યો હડકંપ
Last Updated: 08:09 AM, 20 May 2025
ADVERTISEMENT
બેફામ ફી વસુલતી શાળાઓ સામે FRC કમિટી એક્શનમાં આવી છે. મંજૂરી વિના શાળાઓ મનફાવે તેવી ફી વસૂલતી હોવાનું સામે આવતા આવી શાળાઓ સામે કડક પગલા લેવાની કવાયત હાથ ધરાઇ છે.. આવી શાળાઓની યાદી તૈયાર કરી FRC કમિટીને સોંપવામાં આવી છે.. આ યાદીમાં કુલ 75 જેટલી શાળાઓ હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
FRC કમિટીએ DEOને બેફામ અને મનફાવે તેમ ફી વસુલતી શાળાઓની યાદી તૈયાર કરવા કહ્યું હતું.. જે બાદ DEO દ્વારા 75 શાળાઓની યાદી FRC કમિટીને સોંપાઇ છે.
નિયમ મુજબ જે શાળાઓ મુખ્ય શાળાની સાથે પ્રિ પ્રાયમરી શાળા પણ ચલાવતી હોય તેવી શાળાઓએ FRC માં ફી મંજુર કરાવવી ફરજીયાત છે. છતા શહેરની નામાંકિત શાળાઓએ મનમાની કરીને FRC માં ફી મંજુર ન કરાવી હોવાનુ સામે આવ્યુ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ભીષણ ગરમી તો યૂપી-બિહારમાં તોફાની વરસાદની આગાહી , જાણો કેવું રહેશે ગુજરાતનું હવામાન
FRC ના ધ્યાનમાં આવ્યુ હતુ કે અમદાવાદ ઝોનમા આવેલી અનેક શાળાઓ કે જેઓ પ્રિ પ્રાયમરી સેક્શન ચલાવતા હોવા છતા પણ ફી રેગ્યુલેટરીમાં કરાતી દરખાસ્તમાં તે દર્શાવતા ન હતા. ત્યારે આ સમગ્ર મામલે તપાસનો આદેશ ડીઇઓ અને ડીપીઓને કરવામા આવ્યો હતો.
ADVERTISEMENT
ગત મહિને પણ એફઆરસીની નિયમોનો ભંગ કરનાર 9 શાળાઓને 25 હજારનો દંડ ફટકારવામા આવ્યો હતો ત્યારે આ શાળાઓ સામે શુ કાર્યવાહી થાય છે તે મહત્વનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો