ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Gujarati Cinema / અન્ય જિલ્લા / વિક્રમ ઠાકોરનો મોજીલો અંદાજ, મામાના ઘરે રીક્ષામાં જતો વીડિયો વાયરલ
Last Updated: 11:53 PM, 9 July 2025
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર વિક્રમ ઠાકોરની રીક્ષામાં મુસાફરીનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે.. વીડીયોમાં ચોમાસાના પાણીથી ભરેલા રસ્તામાં વિક્રમ ઠાકોર તેના મામાના દીકરા અને અન્ય પરિવારજનો સાથે રીક્ષામાં મુસાફરી કરી રહ્યા છે.. તેઓ વડવાસા તેમના મામાન ઘરે જઇ રહ્યા છે..
ADVERTISEMENT
વિક્રમ ઠાકોર રીક્ષામાં બેઠા-બેઠા જ તેની ટ્રિપની માહિતી આપતા કહે છે કે વડવાસા મામાના ત્યાં આવ્યા છે. સાથે મામાનો દિકરો અને અન્ય પરિવારજનો છે.. તે કહે છે કે પાણી ભરાયેલા રસ્તામાં સ્થિતિ એ હતી કે ગાડી નીકળે તેવી ન હતી એટલે પછી રીક્ષામાં સવારી કરવાનું યોગ્ય સમજ્યું.
ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરની રિક્ષામાં સવારી#gujaratiactor #vikramthakor #vikramthakorofficial #gujaratrain #VTVDigital pic.twitter.com/RYkDCS921g
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 9, 2025
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સલમાન ખાન 59 વર્ષની ઉંમરે લગ્ન કરશે! સોશિયલ મીડિયા પોસ્ટ પર ફેન્સને આપી હિંટ
આ વીડિયોમાં વિક્રમ ઠાકોર ખેતીને લઇને પણ વાત કરે છે અને વાવેતરની પણ વાત કરે છે.. જ્યારે તેમનો સાથી યુવક કહે છે કે સતત વરસાદને પગલે વાવેતર થઇ શક્યું નથી,ત્યારે વિક્રમ ઠાકોર કહે છે કે વરસાદ હશે તો કંઇક થશે. વરસાદ પણ જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ