બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / વડોદરા / Gujarati Film producer called girl for salary and raped her

#METOO / શરમજનક: યુવતી કાકલૂદી કરતી રહી અને ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરે લૂંટી લીધી લાજ, જાણો શું છે સમગ્ર મામલો

Kinjari

Last Updated: 12:42 PM, 24 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ બોલિવુડમાં સુશાંતસિંહના આપઘાત મામલે ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની એક શરમજનક ઘટના સામે આવી છે. ફિલ્મની રૂપેરી દુનિયામાં આ યુવતીએ પોતાના સપના સાકાર કરવા જે કિંમત ચુકવવી પડી તે ખરેખર ચિંતાજનક છે. યુવતીની એક પણ આજીજીને અવગણીને પ્રોડ્યુસરે મનમાની કરી દુષ્કર્મ આચર્યુ હતુ.

  • ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મીટુ
  • પ્રોડ્યુસરે યુવતીની લૂંટી લીધી લાજ 
  • સમગ્ર ઘટના બાદ પોલીસે કરી ધરપકડ 

સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ બોલિવૂડમાં ઘણા મામલા સામે આવ્યા છે. જે બાદ મીટુના પણ કેટલાક મામલા સામે આવ્યા હતા. પાયલ ઘોષ નામની અભિનેત્રીએ અનુરાગ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો, હવે આ પ્રકારની ઘટના ઢોલિવૂડથી પણ દૂર નથી રહી. વડોદરામાં એક પ્રોડ્યુસરે પ્રોડક્શન હાઉસમાં કામ કરતી યુવતીને પગાર આપવાના બહાને હોટલમાં બોલાવી અને તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. 

પગારની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ

વડોદરામાં ડ્રામા પ્રોડક્શન હાઉસમાં નોકરી કરતી યુવતીને હોટલમાં પગારની લાલચ આપી બોલાવી હતી, બાદમાં દીપ પટેલે યુવતીને તેના હવસનો શિકાર બનાવી હતી અને બે વાર દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે બાદ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી અને દીપની પોલિસે ધરપકડ કરી છે. 

શું છે સમગ્ર ઘટના 
માંજલાપુર વિસ્તારમાં રહેતી યુવતી રાજમહેલ રોડ પર આવેલા એક ડ્રામા પ્રોડક્શન હાઉસમાં ઇન્ટરવ્યુ આપવા ગઇ હતી. જેમાં તે પસંદગી પામતા તેને નોકરી પર રાખવામાં આવી હતી. તેણે 4 ઓગસ્ટથી નોકરીની શરૂઆત કરી હતી. બાદમાં 28 ઓગસ્ટે કોઇ કારણોસર તેણે નોકરી છોડી દીધી હતી. 

કેટલા દિવસનો બાકી હતો પગાર?

આ યુવતીએ 24 દિવસના પગારની વાત તેના બોસને કરી હતી. બાદમાં પ્રોડક્શન હાઉસના માલિક દીપને વાત કરવામાં આવી હતી, જેથી દીપ પટેલે યુવતીને 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10 વાગે પગાર લેવા માટે બોલાવી હતી. 

શું કર્યુ પ્રોડ્યુસરે ?

જ્યારે યુવતી હોટલના રૂમમાં પહોંચી ત્યારે દીપે બારણુ બંધ કરી દીધુ હતુ અને બળજબરી તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ બાદ જે વ્યક્તિએ યુવતીને નોકરીએ રખાવી હતી તેને આ બાબતની જાણ કરી હતી. ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે પોલિસમાં ફરિયાદ કર. જેથી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી અને પોલિસે દીપ પટેલની ધરપકડ કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ