બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આ તારીખથી ગરમીમાંથી મળશે રાહત, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ટાઢક આપતી આગાહી

હવામાન અપડેટ / આ તારીખથી ગરમીમાંથી મળશે રાહત, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ટાઢક આપતી આગાહી

Priyankka Triveddi

Last Updated: 12:44 PM, 9 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યના લોકોને કાળઝાળ ગરમી વચ્ચે મળ્યા છે ઠંડકના સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી છે રાહતની આગાહી.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ગરમીનો પારો ઊંચે ચડયો હતો. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે આ ગરમીની વચ્ચે રાજ્યના લોકો માટે એક ઠંડકના રાહતના સમાચાર છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજયમાં આગામી દિવસોમાં ગરમીનો પારો નીચે આવશે.

11 થી 15 એપ્રિલ દરમિયાન ગરમીમાં આંશિક રાહત

રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ગરમીની અસર વધુ વર્તાઇ રહી હતી ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 11 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના 85% વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે જશે. રાજ્યના લોકોને 5 દિવસ ગરમીથી આંશિક છુટકારો મળશે. આવનાર દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને તેથી ગરમીનું પ્રમાણ ઓછું થશે.

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક હવાનું હળવું દબાણ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને તેની અસરથી હવામાનમાં પલટો આવશે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનણઆ લીધે પવનની ઝડપ પણ વધશે અને તાપમાન ઘટીને 36 થી 39 ડિગ્રી પહોંચશે. આ અસર રાજ્યમાં આગામી 11 થી 15 એપ્રિલ દરમિયાન વર્તશે. એટલે કે લોકોને 5 દિવસ ગરમીમાં આંશિક રાહત મળશે.

10 એપ્રિલથી તાપમાનમાં ઘટાડો

પરેશ ગોસ્વામીએ આ અંગે જણાવ્યું કે "રાજ્યમાં અત્યારે હિટવેવની અસર છે. એપ્રિલણઆ પહેલા અઠવાડિયામાં જ સામાન્ય કર્તા ઊંચું તાપમાન નોંધાયુ છે. અનેક શહેરોમાં અને છૂટાછવાયા વિસ્તારોમાં 41 થી 45 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. ઉત્તરભારત્ન ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં હળવું દબાણ આ બનેં પરિબળોને કારણે ગુજરાતના તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે. આવતીકાલ એટલે કે 10 એપ્રિલથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે."

વધુ વાંચો: ગુજરાતમાં હવે નકલી વિજિલન્સ PSI પકડાયો, પૂછપરછ કરાતા ફૂટ્યો ભાંડો

આંધી અને વંટોળનું વાતાવરણ સર્જાશે: અંબાલાલ પટેલ

ગુજરાતના હવામાન અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે " આગામી 10 થી 14 એપ્રિલ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવશે. લોકોને ગરમીથી રાહત મળશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીમાં રાહત અનુભવાશે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 38 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 33 ડિગ્રી તાપમાન રહેશે. તો આ સમય દરમિયાન આંધી અને વંટોળનું વાતાવરણ પણ રહેશે. "

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Wether Cyclonic Circulation law air pressure
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ