બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / જુલાઈ-ઓગસ્ટની આ તારીખોએ સુરતીઓ માથે જોખમ, અંબાલાલે કરી આગાહી

વરસાદ અપડેટ / જુલાઈ-ઓગસ્ટની આ તારીખોએ સુરતીઓ માથે જોખમ, અંબાલાલે કરી આગાહી

Priykant Shrimali

Last Updated: 10:42 AM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Rain Forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, સુરત-નવસારીમાં ભારે વરસાદ આવી શકે તો તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ શકે

Ambalal Patel Rain Forecast : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે અમદાવાદ-ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ સાથે 9-10 જૂલાઈમાં નવી સિસ્ટમ આવશે અને વરસાદનું પ્રમાણ વધઘટ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 9 થી 12 જૂલાઈ ગુજરાતમાં વરસાદ લાવશે. આ સાથે પૂર્વ ગુજરાતના પંચમહાલ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર તથા કચ્છના ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સાથે પાટણ, બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં આગાહી પ્રમાણે 2 થી 10 ઈંચ સુધી વરસાદ આવી શકે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મેઘરાજાની જમાવટ યથાવત, ભરૂચમાં જળબંબાકાર તો નવસારીમાં પૂરની સ્થિતિ

સુરતીઓ સાચવજો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખાસ કરીને સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સુરત-નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે. આ સાથે મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં ખાસ કરી 22 થી 30 જૂલાઈ સિસ્ટમ આવશે જે ઉત્તર ભાગમાં વરસાદ લાવશે. આ સાથે આ સિસ્ટમ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે. આ તરફ 2 થી 8 ઓગસ્ટ ભારે વરસાદ આવી શકે છે. આ તરફ તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Surat Rain rain forecast
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ