બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં મેઘરાજાની જમાવટ યથાવત, ભરૂચમાં જળબંબાકાર તો નવસારીમાં પૂરની સ્થિતિ
ગુજરાતમાં મેઘરાજાએ અનેક વિસ્તારોને ધમરોળ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. ભરુચ અને નવસારી સહિતના વિસ્તારને મેઘરાજાએ બાનમાં લીધો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.
ADVERTISEMENT
અનરાધાર વરસાદથી ભરૂચના નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી, જુઓ Video#bharuch #GujaratRain #rain #RainGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/glmJn71OwY
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2025
ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિ
ADVERTISEMENT
ભરુચમાં અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હતા. પાણી ભરાઈ જતા વાહનચાલકો તેમજ રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. ભરૂચ શહેરમાં અનરાધાર વરસાદ સેવાશ્રમ રોડ- ફાંટાતળાવ વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ડભોયાવાડ, ફાટાતળાવ વિસ્તાર જળબંબાકાર થયો હતો.

ADVERTISEMENT
નવસારીમાં પુરની સ્થિતિ
ભરૂચ ઉપરાંત નવસારીમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદથી નવસારીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે. નદી 26 ફૂટે વહેતા થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં પુરની સ્થિતિ બનતા 550થી વધુ લોકોને સ્થળાંતર કરાયા હતા. સવારે 6 વાગ્યે પૂર્ણા નદીની જળ સપાટી 24.50 ફૂટે પહોંચી હતી.
ADVERTISEMENT
ઉપરવાસમાં વરસાદથી નવસારીના વિસ્તારો જળમગ્ન, જાણે કોઇ ટાપુ!#navsari #GujaratRain #rain #RainGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/9RSsDGkKfq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2025
શાળાઓ-આંગણવાડીઓમાં રજા જાહેર
ADVERTISEMENT
નવસારીમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે શાળાઓ-આંગણવાડીઓમાં રજા જાહેર કરાવામાં આવી છે. જિલ્લાની અન્ય શાળાઓ અને આંગણવાડીઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ રજા આપી શકાશે. નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
વધુ વાંચો : મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત રહેશે , આગામી ચાર દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
ADVERTISEMENT
આજે તમામ જિલ્લામાં વરસાદની આગાહી
આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર સહિત મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 203 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરવામાં આવે તો કુલ 203 તાલુકામાં વરસાદથી તરબોળ થયા છે. જેમાં ડોલવણ 6.18માં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુબિર 5.2, બારડોલી 4.92, પલસાણા 4.45 વલભીપુર 4.09, વ્યારા 3.9, વાંસદા 3.54, સોનગઢ 3.35, વઘઈ 3.19, વાલોદ 2.91, ભાવનગર 2.87, સુરત 2.72, ડાંગ આહવા 2.64, વાગરા 2.60 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.