બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આજે મેઘરાજાએ સામાન્ય રાહત આપી, સરેરાશ ઓછો વરસાદ પડ્યો

અપડેટ / ગુજરાતમાં આજે મેઘરાજાએ સામાન્ય રાહત આપી, સરેરાશ ઓછો વરસાદ પડ્યો

Chintan Chavda

Last Updated: 11:28 PM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Rain Update: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ચાલતો હતો. પરંતુ આજે થોડી રાહત મળી છે. આમ છતાં આ દરમિયાન કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાયા તો કેટલાક વિસ્તારોમાં ગાબડાં પડવાથી રોડ-રસ્તા બંધ થયા હતા. જાણો શું હતી રાજ્યની સ્થિતિ..

પંચમહાલના ગોધરામાં વરસાદની તોફાની બેટિંગ કરાઇ હતી. માત્ર 3 કલાકમાં 2.4 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયો હતો. ગોધરાની ભગવદનગર સોસાયટી જળમગ્ન થવા પામી હતી. સાથે જ ચર્ચ સર્કલ પાસે થયો ટ્રાફિક જામ થયો હતો. વરસાદ વચ્ચે ફ્લાયઓવરનું કામ ચાલુ હોવાથી ટ્રાફિક જામ થયો અને કેટલાક વાહનો પાણીમાં ડૂબ્યા હોવાથી નુકસાન થયું હતું.

rain-2

કલ્યાણપુર તાલુકામાં સાની ડેમમાં પડ્યું ગાબડું પડી ગયું હતું. હકીકતમાં સાની ડેમ પાસે પુલમાં ભારે વરસાદના કારણે ગાબડું પડ્યું હતું જેના કારણે સુર્યાવદરથી આશિયાવદરને જોડતો રસ્તો બંધ થયો હતો. કલ્યાણપુર વિસ્તારનો જીવાદોરી સમાન સાની ડેમ પાસે પુલમાં ગાબડું પડયું હતું. સુર્યાવદરથી આશિયાવદર, જેપુર, દુધિયા અને રાજપરાને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. સલામતીના ભાગરૂપે પુલ પરથી વાહન ચાલકોને પસાર ન થવા અપીલ કરાઇ હતી.

app promo5

કચ્છ જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલએ પ્રતિક્રિયા આપી હતી. ભારે વરસાદથી કચ્છના 15 માર્ગોનું ધોવાણ થયું હતું. ધોવાણ થયેલા રસ્તાઓ ફરી જલ્દી કાર્યરત થાય તે માટે સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદ વચ્ચે માનવ કે પશુ મૃત્યુના બનાવો સામે નથી આવ્યા. સારા વરસાદથી કચ્છમાં 5 મધ્યમ અને 19 નાની સિંચાઈના ડેમો પાણીની આવક થઈ હતી. ભારે વરસાદી માહોલને ધ્યાને રાખી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા હતા. ભારે વરસાદ આગાહીને લઈ જિલ્લામાં 1 NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જોખમી નદી, નાળા, તળાવ અને ડેમમાં લોકોને ન્હાવા ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

વધુ વાંચો: IPS એસોસિએશનની બેઠકમાં કરાઇ હોદ્દેદારોની વરણી, મનોજ અગ્રવાલ પ્રમુખ અને જી.એસ.મલિક ઉપપ્રમુખ નિમાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો

સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણમાં 6.18 ઈંચ વરસાદ પડ્યો હતો, તાપીના વ્યારામાં 3.90 વાલોડમાં 2.91, સોનગઢમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો, સુબીરમાં 5.28 ઈંચ અને ભુજમાં 5.4 ઈંચ વરસાદ નોંધાયો, સુરતના બારડોલીમાં 4.92 ઈંચ અને પલસાણામાં 4.45 ઈંચ પડ્યો, સુરત શહેરમાં 2.80 ઈંચ વરસાદ ખાબક્યો, કચ્છ જિલ્લાના નખત્રાણામાં 4.4 ઈંચ વરસાદ થયો, ભાવનગર શહેરમાં 2.87, વલ્લભીપુરમાં 4.21, શિહોરમાં 2.56 ઈંચ વરસાદ વરસ્યો, નવસારીના વાંસદામાં 3.54 ઈંચ અને નવસારી શહેરમાં 2.68 ઈંચ વરસાદ પડ્યો, મહીસાગરના બાલાસિનોરમાં 3.43 ઈંચ વરસાદ પડ્યો, અરવલ્લીના મેઘરજમાં 3.1 અને ભરૂચના વાગરામાં 2.60 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Gujarat Rain Rain Update
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ