બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દરિયો ઘરમાં ઘૂસી જશે! હવામાન ખાતાની જબરજસ્ત આગાહી, 5 દિવસ રહેશે 'કરંટ'

સાચવજો / દરિયો ઘરમાં ઘૂસી જશે! હવામાન ખાતાની જબરજસ્ત આગાહી, 5 દિવસ રહેશે 'કરંટ'

Priykant Shrimali

Last Updated: 02:16 PM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Rain Forecast : આગામી 24 કલાક અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, હવામાન વિભાગ આગાહી પ્રમાણે 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના

Weather Rain Forecast : ગુજરાતમાં હાલ અત્ર-તત્ર-સર્વત્ર ચોમાસાનો માહોલ યથાવત છે. આ દરમિયાન હવે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વાસ્તવમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતભરમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે 9-10 જૂલાઈમાં નવી સિસ્ટમ આવશે અને વરસાદનું પ્રમાણ વધઘટ થવાની પણ આગાહી કરી છે. આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. આ સાથે રાજ્યમાં 30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે આગામી 24 કલાક અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે અને દરિયામાં આગામી 5 દિવસ કરંટ રહેશે તેવી આગાહી પણ કરાઇ છે. આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

સામાન્ય કરતાં 112% વધુ વરસાદ

ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે ત્યારે રાજ્યભરના લગભગ મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. આ તરફ હવામાનની આગાહી સામે આવી છે કે, હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ચોમાસાનો માહોલ રહેશે. વિગતો મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 112% વધુ વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી

અંબાલાલ પટેલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે અમદાવાદ-ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ સાથે 9-10 જૂલાઈમાં નવી સિસ્ટમ આવશે અને વરસાદનું પ્રમાણ વધઘટ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 9 થી 12 જૂલાઈ ગુજરાતમાં વરસાદ લાવશે. આ સાથે પૂર્વ ગુજરાતના પંચમહાલ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર તથા કચ્છના ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સાથે પાટણ, બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં આગાહી પ્રમાણે 2 થી 10 ઈંચ સુધી વરસાદ આવી શકે છે.

આ પણ વાંચો : જુલાઈ-ઓગસ્ટની આ તારીખોએ સુરતીઓ માથે જોખમ, અંબાલાલે કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખાસ કરીને સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સુરત-નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે. આ સાથે મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં ખાસ કરી 22 થી 30 જૂલાઈ સિસ્ટમ આવશે જે ઉત્તર ભાગમાં વરસાદ લાવશે. આ સાથે આ સિસ્ટમ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે. આ તરફ 2 થી 8 ઓગસ્ટ ભારે વરસાદ આવી શકે છે. આ તરફ તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain Gujarat rain Gujarat rain, Weather update
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ