ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / તડકો કે વરસાદ? ક્રિકેટ રસિકો માટે અંબાલાલની ફાઇનલ આગાહી, ખેડૂતો સાવધાન!
Last Updated: 12:48 PM, 7 March 2026
ADVERTISEMENT
Ambalal Patel Forecast : ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં થોડા દિવસોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા પણ છે. જોકે રાહતની વાત એ છે કે, આવતીકાલે અમદાવાદમાં યોજાનાર ક્રિકેટ મેચને આ માવઠાનું સંકટ નહીં નડે.
ADVERTISEMENT
ભારત-ન્યૂઝીલેન્ડ ફાઈનલ મેચ દરમિયાન હવામાન
આવતીકાલે રમાનારી India vs New Zealand Final મેચને લઈને પણ હવામાન અંગે આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા નથી. અમદાવાદમાં હવામાન હળવા વાદળો સાથે રહેવાની સંભાવના છે. દિવસ દરમિયાન થોડો તડકો જોવા મળી શકે છે, જ્યારે સવારે અને સાંજે થોડું ઠંડકભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે. તેથી મેચ પર હવામાનની ખાસ અસર થવાની શક્યતા નથી.
ADVERTISEMENT
આવતીકાલથી હવામાનમાં બદલાવ
હવામાન નિષ્ણાંતના અનુમાન મુજબ 8 માર્ચથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. પશ્ચિમ વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ બદલાવ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની સંભાવના છે. સાથે-સાથે કચ્છ વિસ્તારમાં પણ હવામાનમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.
ADVERTISEMENT

14 થી 18 માર્ચ વચ્ચે માવઠાની શક્યતા
ADVERTISEMENT
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 14 થી 18 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. આ સમયગાળામાં પશ્ચિમ વિક્ષેપની અસર ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. ત્યારબાદ 16 થી 20 માર્ચ વચ્ચે મધ્યમકક્ષાનો વધુ એક વિક્ષેપ આવવાની શક્યતા હોવાથી હવામાનમાં ફરી ફેરફાર થઈ શકે છે.
ADVERTISEMENT
ખેડૂતો સાવધાન!
આ તરફ માર્ચ મહિનામાં વારંવાર હવામાન પલટો આવવાની સંભાવનાને કારણે ખેડૂતોને ખાસ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. જો માવઠું અથવા કરા પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. આ કારણે ખેડૂતોને પાકની યોગ્ય સંભાળ રાખવા અને હવામાનની અપડેટ પર નજર રાખવા સૂચન કરવામાં આવ્યું છે. અગાઉ આપવામાં આવેલી માહિતી મુજબ માર્ચના અંત સુધી અને એપ્રિલની શરૂઆત સુધી હવામાનમાં બદલાવ જોવા મળી શકે છે. 16 થી 28 માર્ચ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ