ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં વેપારીઓ ભાન ભૂલ્યાં! એવું શું થયું કે યુવકોને નાગા કરીને માર્યા, વીડિયો વાયરલ

તાલિબાની સજા / સુરતમાં વેપારીઓ ભાન ભૂલ્યાં! એવું શું થયું કે યુવકોને નાગા કરીને માર્યા, વીડિયો વાયરલ

Published By: Jay Bhatt

Last Updated: 09:10 AM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાંથી એક હચમચાવતો વીડિયો વાયરલ થયો છે જેમાં 2 યુવકોને તાલિબાની સજા આપવામાં આવી છે.

ADVERTISEMENT

સુરતથી એક વીડિયો સોશિયમ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કેટલાક વેપારીઓ દ્વારા બે યુવકોને નિર્વસ્ત્ર કરીને લાકડાંના દંડા વડે ફટકારવામાં આવી રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બંન્ને યુવકોને ચોરીનો આરોપ લગાવી વેપારીએ ઢોર માર માર્યો છે.

વેપારીઓએ રાક્ષક જેવું કર્યું વર્તન

આ વાયરલ વીડિયો સુરતમાં આવેલા રિંગરોડ સ્થિત અનમોલ માર્કેટમાં નંદિની ક્રિએશન નામની દુકાનનો હોવાનું કહેવાય છે જ્યાં ખુદ વેપારીઓ પોલીસ બનીને બંન્ને યુવકોને માર મારતા નજરે પડી રહ્યાં છે. બંન્ને યુવકો સાથે વેપારીઓએ રાક્ષક જેવું વર્તન કરીને લાકડી અને દંડા વડે ફટાકર્યા હતા.

યુવકો પાસે ઉઠક બેઠક પણ કરાવી

એટલુ જ નહીં બંન્ને યુવકોને ઢોર માર મારીને તેમને કાન પકડાવીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી. સુરતમાં કેટલાક સમચથી ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે અનમોલ માર્કેટમાં બે યુવકો ચોરી કરી હોવાનો આરોપ લગાવીને વેપારીઓ બંન્ને યુવક પર તૂડી પડ્યા હતા. વેપારીઓએ કાયદો હાથમાં લઈને યુવકોને તાલિબાની સજા ફટકારી હતી. ત્યારે એ સવાલ પણ ઉભો થાય છે કે વેપારીઓને કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી.

Vtv App Promotion 2

વધુ વાંચો : UPSC પ્રિલિમ્સનું પરિણામ જાહેર, આ રીતે ફટાફટ ચેક કરો રિઝલ્ટ

પોલીસે તપાસ શરુ કરી

આ સમગ્ર ઘટના અંગે સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે, 'વાયરલ વીડિયો થયો છે તેની જાણ છે જેની અમે તપાસ શરુ કરી છે તેમજ જે વેપારીઓએ યુવકો સાથે દુર્વ્યવહાર કર્યો છે તે અને જે યુવકોને માર મારવામાં આવ્યો છે તેની વિગતો અને સમગ્ર મામલો શું છે તેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે'.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Surat Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ