બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / મનપામાં BLOની કામગીરી કરતાં મહિલાનું મોત, પરિવારમાં ભારે શોક વ્યાપ્યો
Gujarat: ગુજરાતમાં Special Intensive Revision (SIR)ની કામગીરી દરમ્યાન BLOના મોતની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. સતત વધતા દબાણ અને ફરજ દરમિયાનના ભારને લઈને ફરી એક વખત ચર્ચા ગરમાઈ છે. સુરત મહાનગરપાલિકામાં BLO તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીનું મોત નીપજ્યું હોય તેવો બનાવ સામે આવ્યો છે.
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો મુજબ, મહિલા BLO ઓલપાડ ખાતે તેમના ઘરે બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પરિવાર દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. મહિલા અધિકારીને તાજેતરમાં SIR કામગીરી અંતર્ગત BLO તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેઓ મતદાર યાદી ચકાસણી તેમજ વેરીફિકેશનના કામમાં વ્યસ્ત હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિનકલ શિંગોડાવાળાનું મોત થયાની માહિતી સામે આવી છે. સતત થોડા દિવસોમાં આવી બે ઘટનાઓ બનતાં BLOના કાર્ય અને દબાણ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
હાલ પોલીસની ટીમ કર્મચારીના મૃત્યુ કેવી રીતે થયું તેની તપાસ કરી રહી છે, જો કે પરિવારજનોમાં કામગીરીને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં BLOના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે,
ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ચૂંટણી કામગીરી (SIR) દરમિયાન બૂથ લેવલ ઑફિસર (BLO) તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની મુશ્કેલીઓ વિશે ચિંતા વ્યક્ત કરીને તેમને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : લિંબાયત પોલીસ સ્ટેશનમાં ચોથા માળેથી યુવકે પડતું મૂક્યું, કમ્પાઉન્ડમાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું
ADVERTISEMENT
ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, 'BLO પર આવેલ દબાણ પૂરેપૂરો ધ્યાનમાં લેવામાં આવ્યું છે. કોઈપણ BLO પ્રેશરમાં ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. BLO કામગીરીમાં તપાસ અને મિલનક્ષમતા વધારવા માટે સરકાર સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે, જેથી શિક્ષકો/કર્મચારીઓને કામકાજ અને જવાબદારી વચ્ચે સંતુલન જાળવવામાં મદદ મળે'.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.