બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થતા વધશે ગુજરાતમાં વધશે ગરમી, હવામાન વિભાગની આગાહી
Last Updated: 05:05 PM, 19 February 2026
Gujarat Weather Forecast : ફરી એકવાર હવે ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો અહેસાસ વધી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થતા તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે.
ADVERTISEMENT
શું કહ્યું હવામાન વિભાગે ?
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય કરતા ઊંચું તાપમાન નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને વહેલી ગરમીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ સક્રિય બનતાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે.
ADVERTISEMENT

ડીસા સહીતના વિસ્તારમાં તાપમાન વધ્યું
ADVERTISEMENT
હાલમાં રાજ્યનું સૌથી વધુ તાપમાન ડીસામાં નોંધાયું છે, જ્યાં પારો 34.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ 34.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે, જે ફેબ્રુઆરી માટે સામાન્ય કરતાં ઊંચું ગણાય છે. બીજી તરફ કેશોદમાં રાજ્યનું સૌથી ઓછું 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો : PSIની લેખિત પરીક્ષાની તારીખ જાહેર! થોડા સમયમાં જાહેર થશે શારીરિક પરીક્ષાનું પરિણામ
ADVERTISEMENT
મહત્વનું છે કે, હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિને કારણે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ વધુ રહેશે, જ્યારે સવાર અને રાત્રિના સમયમાં હજી થોડું ઠંડક અનુભવાઈ શકે છે. આવનારા દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા હોવાને કારણે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.