બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / PSIની લેખિત પરીક્ષાની તારીખ જાહેર! થોડા સમયમાં જાહેર થશે શારીરિક પરીક્ષાનું પરિણામ
Last Updated: 04:04 PM, 19 February 2026
Gujarat PSI Recruitment News : PSI ભરતીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI (Police Sub Inspector) કેડરના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. બોર્ડના સત્તાવાર માધ્યમ દ્વારા જાણ કરવામાં આવ્યું છે કે, PSI શારીરિક કસોટીનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે.
ADVERTISEMENT
ટૂંક સમયમાં આવશે શારીરિક પરીક્ષાનું પરિણામ
મહત્વનું છે કે, જે ઉમેદવારોએ શારીરિક કસોટી આપી છે, તેઓ લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર થવાની સંભાવના છે. પરિણામ જાહેર થતાં જ સફળ ઉમેદવારોને આગળની લેખિત પરીક્ષા માટે તૈયારી શરૂ કરવાની રહેશે.
ADVERTISEMENT
પો.સ.ઇ. કેડરની શારીરિક કસોટીનું પરિણામ ટુંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. પો.સ.ઇ. કેડરની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા એપ્રિલ-૨૦૨૬ના ત્રીજા સપ્તાહમાં યોજાવાની સંભાવના છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) February 19, 2026
એપ્રિલ 2026માં લેખિત પરીક્ષા યોજાવાની શક્યતા
ADVERTISEMENT
બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા એપ્રિલ 2026ના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. હાલ આ તારીખ સંભવિત છે. તેમ છતાં ઉમેદવારોએ આ સમયગાળાને ધ્યાનમાં રાખીને તૈયારી ચાલુ રાખવી જોઈએ.

ADVERTISEMENT
આ પણ વાંચો : રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ કચ્છના સરહદી ગામોમાં જશે, જાણો શું છે કાર્યક્રમ?
તૈયારી માટે અંદાજે બે મહિનાનો સમય
ADVERTISEMENT
પરિણામ જાહેર થયા પછી ઉમેદવારો પાસે લેખિત પરીક્ષા માટે અંદાજે બે મહિના જેટલો સમય મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે સમયનું યોગ્ય આયોજન અને નિયમિત અભ્યાસ ખૂબ જ જરૂરી છે. એપ્રિલ મહિનામાં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ યોજાતી હોય છે, તેથી સમય સંચાલન અને અભ્યાસની યોગ્ય રણનીતિ અપનાવવી લાભદાયી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.