ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં હજુ પણ કાળઝાળ ગરમી પડવાની આગાહી, અમદાવાદમાં તાપમાન 43.3 ડિગ્રીએ પહોંચ્યું

હવામાન અપડેટ / રાજ્યમાં હજુ પણ કાળઝાળ ગરમી પડવાની આગાહી, અમદાવાદમાં તાપમાન 43.3 ડિગ્રીએ પહોંચ્યું

Published By: Priykant Shrimali

Last Updated: 02:48 PM, 2 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Forecast : હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીથી કોઈ ખાસ રાહત નહીં મળે તેવી આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

ADVERTISEMENT

Weather Forecast : ગુજરાત રાજ્યમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પોતાના ચરમસીમાએ પહોંચી ગઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીથી કોઈ ખાસ રાહત નહીં મળે તેવી આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ગરમીનો પ્રકોપ સામાન્ય કરતાં વધુ ગંભીર બની શકે છે.

રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ તાપમાન

છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદમાં તાપમાન 43.3 ડિગ્રી સુધી નોંધાયું છે અને તે 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પવનની દિશામાં થયેલા ફેરફારોના કારણે ગરમીમાં વધુ વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ઉકળાટ પણ વધી રહ્યો છે.

રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં પણ તાપમાન લગભગ 43 ડિગ્રી નોંધાયું છે, જ્યારે સુરતમાં 40 ડિગ્રી, વડોદરા અને ભુજમાં આશરે 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં સૌથી વધુ 43.3 ડિગ્રી તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયમાં જરૂરી કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ગરમ પવન અને તીવ્ર તાપમાનના કારણે હીટસ્ટ્રોક જેવી સમસ્યાઓનો ખતરો પણ વધી રહ્યો છે.

આ પણ વાંચો : લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત નજીક, બોર્ડ પરિક્ષાનું પરિણામ ટૂંક સમયમાં થઈ શકે છે જાહેર, જાણો ક્યારે ?

હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે હાલની પરિસ્થિતિમાં બદલાવ થવામાં સમય લાગી શકે છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે પવનની સ્થિતિ અસ્થિર બની શકે છે. આગામી 48 કલાક દરમિયાન ગરમીમાં કોઈ ખાસ રાહત નહીં મળે તેવી શક્યતા છે, જેથી લોકો સતર્ક રહે અને પોતાના આરોગ્યની ખાસ કાળજી લેવી જરૂરી બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat weather update summer heat Ahmedabad temperature

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ