મહત્વના સમાચાર /
ગુજરાત સરકારે સ્કૂલો ખોલવાનો લીધો નિર્ણય, ધો.10 અને 12ની શાળાઓ આ તારીખથી શરૂ, જાણી લો નિયમો
Team VTV12:33 PM, 06 Jan 21
| Updated: 01:03 PM, 06 Jan 21
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સ્કૂલોને લઇને મોટી જાહેરાત કરી છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12માંનું શિક્ષણકાર્ય શરુ કરવામાં આવશે.
ગુજરાતમાં શિક્ષણકાર્ય શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12માંનું શિક્ષણકાર્ય 11 જાન્યુઆરીથી શરુ કરાશે. PG અને UGના છેલ્લા વર્ષમાં શિક્ષણકાર્ય ચાલુ કરાશે.
અન્ય ધોરણો માટે આગામી સમયમાં નિર્ણય લેવાશે
શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે ધો.10 અને 12 સિવાયના અન્ય ધોરણો માટે આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાશે. હાલ આ બંને ધોરણો માટે સ્કૂલો શરૂ કરાશે અને કેન્દ્રના SOPના આધારે નિયમોનું પાલન કરવામાં આવશે. જો કે શાળાઓ ખુલશે છતાં પણ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. જો કે વિદ્યાર્થીઓએ શાળામાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. તેમજ કેન્દ્ર સરકારની SOPનું શાળામાં ફરજિયાત પાલન કરવાનું રહેશે.
શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી
ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજથી શાળા શરુ કરવાને લઇને મહત્વની જાહેરાત કરી છે. જો કે આ સાથે શાળામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓની મંજૂરી લેવાની રહેશે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી.
માસ પ્રમોશનને લઇને શિક્ષણમંત્રીનું નિવેદન
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 10 અને 12ના વર્ગો 11 જાન્યુઆરીથી શરુ કરવાને લઇને જાહેરાત કરી છે. આ સાથે શિક્ષણમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે નહીં, જેટલું ભણાવાશે તેટલાની પરીક્ષા લેવાશે.