ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કલોલમાં મહિલા હોમગાર્ડ પર હુમલો કરનાર રિક્ષા ચાલકને 15 વર્ષની સજા
Last Updated: 09:22 PM, 8 April 2026
ADVERTISEMENT
Kalol News: ગાંધીનગર જિલ્લાના કલોલમાં મહિલા હોમગાર્ડ પર જીવલેણ હૂમલો કરનાર રિક્ષા ચાલકને કલોલની સેશન્સ કોર્ટે 15 વર્ષની કેદની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે પીડિતાને 2 લાખનું વળતર આપવા પણ હુકમ કર્યો છે.
ADVERTISEMENT
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત 18 જુલાઈ 2025ના કલોલના છત્રાલ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન માટે હોમગાર્ડ ફરજ બજાવી રહ્યા હતા. આ સમયે આરોપી રિક્ષા ચાલક અશોકભાઈ રમેશભાઈ રાવતે રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી હતી. જેને લઇ ફરજ પર હાજર મહિલા હોમગાર્ડ ભાવનાબેન પરમારે તેને રિક્ષા ખસેડવાનું કહેતા રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી ત્યાંથી જતો રહ્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં બ્રાહ્મણ એડવોકેટ ક્લબનો ભવ્ય પ્રારંભ, એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ
પરંતુ તેના મનમાં બદલાની ભાવના દોડી રહી હતી. જેને લઇ તે થોડા સમય બાદ પરત અહી આવ્યો હતો અને મહિલા જવાન પર એસિડની પિચકારી મારી હુમલો કર્યો હતો. જેને લઇ ઘાયલ મહિલા કર્મચારીને સારવાર માટે ખસેડવમાં આવ્યા હતા. આ મામલે કલોલ તાલુકા પોલીસે કેસની તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT