બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં બ્રાહ્મણ એડવોકેટ ક્લબનો ભવ્ય પ્રારંભ, એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ
Last Updated: 07:11 PM, 8 April 2026
ગાંધીનગરમાં બ્રાહ્મણ સમાજ માટે એક ઐતિહાસિક પહેલરૂપે “બ્રાહ્મણ એડવોકેટ ક્લબ”નું ભવ્ય ઉદ્ઘાટન બ્રહ્મ સમાજ ભવન, સેક્ટર-16 ખાતે યોજાયું હતું. આ અનોખી સંસ્થાની સ્થાપના સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની દૃઢ આગેવાની અને દુરંદેશી વિચારસરણીથી શક્ય બની છે. કાર્યક્રમમાં રાજ્યભરના બ્રાહ્મણ વકીલો, સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ગૌરવની લાગણીથી ભરપૂર બની ગયું હતું. આ ક્લબનો મુખ્ય હેતુ બ્રાહ્મણ વકીલોમાં એકતા વધારવી, તેમના હિતોની રક્ષા કરવી અને વ્યવસાયિક પ્રગતિ માટે એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરવાનો છે.
ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર બ્રાહ્મણ એડવોકેટ ક્લબના શુભારંભ સાથે જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તાજેતરમાં ચૂંટાયેલા કિશોરભાઈ ત્રિવેદી, દીપેનભાઈ દવે, વંદનાબેન ભટ્ટ, પ્રીતિ જોશી અને અમૃતા ભારદ્વાજનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તાજેતરમાં જજ તરીકે પસંદ થયેલા એડવોકેટ પવન વ્યાસ તેમજ ગાંધીનગરથી બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા શંકરસિંહ ગોહિલ અને કરણસિંહ વાઘેલાને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના અધ્યક્ષ એડવોકેટ અશ્વિન ત્રિવેદી, અગ્રણી પિનાકીન રાવલ તથા મુખ્ય જિલ્લા સરકારી વકીલ હિતેશભાઈ રાવલ વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ઉપરાંત સમગ્ર ગુજરાતમાં આ ક્લબના વિસ્તરણ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. જે ભવિષ્યમાં વધુ વ્યાપક સંગઠન માટે માર્ગદર્શક સાબિત થશે.

ADVERTISEMENT
આ સમગ્ર આયોજન સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. જેમાં પ્રિતેષ વ્યાસ, કેતન વ્યાસ, કૃષ્ણા રાવલ અને રવિન્દ્ર વ્યાસ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ક્લબ માત્ર એક સંગઠન પૂરતું મર્યાદિત નથી. પરંતુ બ્રાહ્મણ સમાજ માટે કાનૂની સશક્તિકરણનું કેન્દ્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. ક્લબ દ્વારા સમાજના લોકોને તેમની કાનૂની સમસ્યાઓ માટે ઝડપી, સરળ અને વિશ્વસનીય માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. વિશેષ નોંધનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલમાં પ્રથમ વખત ત્રણ મહિલા બ્રાહ્મણ વકીલોએ વિજય મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે. કાર્યક્રમનો અંત નિલેષ પંડ્યાની આભાર વિધિ સાથે થયો હતો. જેમાં સિનિયર, જુનિયર તેમજ મહિલા વકીલોની નોંધપાત્ર હાજરીએ આ પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.