બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Regarding weather the meteorological department has predicted, the force of cold will decrease
Last Updated: 04:29 PM, 29 January 2024
ADVERTISEMENT
રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. જે મુજબ હવે રાજ્યના તાપમાનમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે.

ADVERTISEMENT
આગામી સમયમાં ગરમીનો અનુભવ થશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ 3થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાંથી ગુજરાતીઓને રાહત મળશે અને ગરમીનુ અહેસાસ થશે.
વાંચવા જેવું: ગુજરાતની 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી તારીખ જાહેર, આગામી 8મીએ નોટિફિકેશન, જાણો વિગત
ADVERTISEMENT
ગાંધીનગરમાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું
વેસ્ટર્ન ડીટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે, ગરમીની સાથે સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે. આપને જણાવીએ કે, પવનની ગતિ 15 કિમી આસપાસની સંભાવના છે. જોકે હાલ ગાંધીનગરમાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.