ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પશુપાલકો માટે સારા સમાચાર, દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા થશે 600000000 રૂપિયા

રાજકોટ / પશુપાલકો માટે સારા સમાચાર, દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા થશે 600000000 રૂપિયા

Published By: Priykant Shrimali

Last Updated: 12:11 AM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Dairy : સંઘ દ્વારા વર્ષ 2024- 25 માં 80 કરોડ નો નફો કર્યો જેમાંથી 60 કરોડ પશુ પાલકો ના ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા, છેલ્લા 5 વર્ષમાં પશુપાલકોને 117 કરોડ ચૂકવવામાં આવ્યા

ADVERTISEMENT

Rajkot Dairy : રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાસ્તવમાં રાજકોટ ડેરી નફામાં હોવાથી પશુપાલકોને કિલો ફેટે 60 રૂપિયા ચૂકવવા નિર્ણય કરાયો છે. રાજકોટની ડેરીના દૂધનું 2024-25માં 1 હજાર 142 કરોડનું ટર્નઓવર થયું છે. આ તરફ સંઘે 2024-25માં 80 કરોડનો નફો કર્યો હતો, જેમાંથી 60 કરોડ પશુપાલકોના ખાતામાં સીધા જમા કર્યા છે. નોંધનીય છે કે, છેલ્લા 5 વર્ષમાં પશુપાલકોને 117 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી 821 દૂધ મંડળીના 60,590 દૂધ ઉત્પાદકોના બેન્ક એકાઉન્ટમાં 60 કરોડ જેટલી રકમ જમા કરાવવામા આવી છે. વર્ષ 2024-25માં રાજકોટ જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા 1142 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 80 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. જે અંતર્ગત 70 પ્રતિશત એટલે કે 60 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોના બેંક એકાઉન્ટમાં દૂધ ભાવ ફેરના ચૂકવવામાં આવ્યા છે.

આ પણ વાચો : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 19 લોકોનાં મોત, બે હજુ પણ ગુમ, રેસ્ક્યૂ કામગીરી યથાવત

સમગ્ર મામલે સહકારી આગેવાન તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકો દ્વારા પ્રતિ દિવસ અંદાજિત 4.50 લાખ લીટર દૂધ ઉત્પાદિત કરીને ડેરીને સોંપવામાં આવે છે. આમ વર્ષ દરમિયાન 16 કરોડ લીટરથી પણ વધુ દૂધની આવક રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને થાય છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદકોને ભાવ ફેરના 117 કરોડથી પણ વધુની રકમ ચૂકવવામાં આવી છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ગ્રામ્ય કક્ષાએ દૂધ ઉત્પાદકોની સંખ્યામાં વધારો થાય તેમજ દૂધની આવકમાં પણ વધારો થાય તે હેતુથી 60 કરોડ રૂપિયા જેવી રકમ દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jayesh Radadiya Rajkot Dairy Rajkot Milk Union

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ