ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ, દાહોદ સહિતના વિસ્તારોમાં પડ્યો માવઠાનો માર

ગુજરાત વરસાદ / ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ, દાહોદ સહિતના વિસ્તારોમાં પડ્યો માવઠાનો માર

Published By: Priykant Shrimali

Last Updated: 09:38 AM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain : દાહોદ અને અરવલ્લી જિલ્લામાં આકરી ગરમી વચ્ચે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળ્યો, અનેક જગ્યાએ વરસાદ પડતાં ઠંડક પ્રસરી

ADVERTISEMENT

Gujarat Rain : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દાહોદ અને અરવલ્લી જિલ્લામાં આકરી ગરમી વચ્ચે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળ્યો છે. દિવસ દરમિયાન તાપમાન ઉંચુ રહેતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા, ત્યારે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. આ અચાનક પલટાએ એક તરફ લોકોને ગરમીમાંથી રાહત આપી છે, તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

દાહોદ જિલ્લાના લીમડી, ડુંગરી, ખેડા અને નાનસલાઈ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા. ભારે પવન અને ઠંડી હવામાં વાતાવરણમાં તાજગી ફેલાઈ ગઈ, પરંતુ પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠું થવાને કારણે ઉભા પાક પર તેની સીધી અસર પડી શકે છે, જેને કારણે ધરતીપુત્રોની ચિંતા સ્વાભાવિક રીતે વધી રહી છે.

અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી છાંટા

અરવલ્લી જિલ્લાના મેઘરજ, મોડાસા, માલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા. શામળાજી વિસ્તારના સુનોખ અને વાશેરા કંપામાં પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. ઇસરી અને જીતપુર વિસ્તારમાં વહેલી સવારે જ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા લોકો આશ્ચર્યચકિત થયા છે.

આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો

શામળાજીના વાતાવરણમાં પલટો

આ તરફ યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાતા આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા અને ગરમીમાંથી રાહત મળી. પરંતુ આ બદલાતા હવામાનને કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. કમોસમી વરસાદ ખેતી માટે અનુકૂળ નથી અને પાકની ગુણવત્તા તથા ઉત્પાદન પર અસર કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

unseasonal rain Dahod rain news Aravalli weather change

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ