બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એક સાથે ત્રણ સિસ્ટમ ગજવશે આકાશ, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Last Updated: 06:09 AM, 8 July 2025
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવી મેઘ ગર્જના સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT

શું છે હવામાન વિભાગની આગાહી
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112 ટકા વધુ વરસાદ વરસ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. આગામી 9 અને 10 જુલાઈએ નવી સિસ્ટમ સક્રિય થશે. જેથી 9થી 12 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 9થી 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દક્ષિણ ગુજરાત, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ATSનો ડ્રાઇવર દારૂની હેરફેર માટે બન્યો નકલી PSI, ખાખી વર્દીમાં નકલી આઇકાર્ડ સાથે ઝડપી લેવાયો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.