બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO: બારડોલીમાં જળબંબાકાર, અનેક ગામો બોટમાં ફેરવાયા, લોકો ઘર છોડવા મજબૂર

મુશળધાર / VIDEO: બારડોલીમાં જળબંબાકાર, અનેક ગામો બોટમાં ફેરવાયા, લોકો ઘર છોડવા મજબૂર

Chintan Chavda

Last Updated: 07:16 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy Rain Surat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં સૌથી વધુ વરસાદ 13.5 ઈંચ ખાબક્યો હતો. સતત વરસાદને પગલે ચારે તરફ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્યાંક ઘુંટણ સમાણાં પાણી ભરાયા તો ક્યાંક રસ્તા બંધ કરાયા.

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની સાથે જ રાજ્યમાં સારો વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અવિરત કૃપા વરસાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો ભારે વરસાદને કારણે પાણી-પાણી થઇ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી સિવાય કંઇજ નજરે પડતું ન હતું

સુરતના બારડોલી તાલુકામાં જળબંબાકારીની સ્થિતિ સર્જાઇ છે. અહીં વઢવાણીયાથી બાલદા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે.

સુરતમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓમાં પાણીમાં ગરકાવ થઇ ચુક્યાં છે. લોકોની હાલત ખુબ જ દયનીય અને કફોડી થઇ છે. ધોધમાર વરસાદના કારણે વઢવાણીયા ગામમાં પણ અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતાં લોકોમાં ભારે રોષ ઉપરાંત લાખો રૂપિયાની નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણી ભરાતા વઢવાણીયા ગામનું ચૌધરી ફળિયું સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદને લીધે પરિવારો સ્થળાંતર કરવા મજબૂર થયા છે.

app promo3

વધુ વાંચો: અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેનના ટાઈમ અને સ્ટેશનોમાં ફેરફાર, જુઓ લિસ્ટ

મુશળધાર વરસાદને કારણે સુરતાના રાયમ ગામે હાઇવે પર વરસાદી પાણીનો ભરાવો સાથે જ બારડોલી-કડોદ સ્ટેટ હાઇવે પર પણ પાણીનો ભરાવો થતાં તંત્રએ સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કર્યો છે. રસ્તો બંધ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Surat News Heavy Rain Surat Rain
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ