બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : વડોદરાથી લઈ ભાવનગર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, કામરોલ ગામ સંપર્કવિહોણું
Gujarat Rain : ગુજરાતમાં આજે (01 નવેમ્બર 2025) મેઘરાજાએ અનેક જિલ્લાઓને ધમરોળ્યું છે. ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તો તળાજાનું કામરોલ ગામ સંપર્કવિહોણું બની ગયું છે.
ADVERTISEMENT
ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદને પગલે ગામની બંને બાજુની નદીમાં પૂર આવતા ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે. નદીના પાણી ગામમાં વહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે છેલ્લા દોઢ દિવસથી નદી બે કાંઠે વહી રહી છે. કેટલાક લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.
ADVERTISEMENT
ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, નદીઓ બની ગાંડીતૂર#BhavnagarRain #HeavyRain #GujaratWeather #RainAlert #FloodSituation #MonsoonUpdate #BhavnagarFlood #GujaratRain #WeatherNews #RiverOverflow #RainImpact #VTVDigital pic.twitter.com/GXgk4oDgnV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 1, 2025
ADVERTISEMENT
ગામમાં નદીની જેમ પાણી વહેતા લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ઈમરજન્સી પરિસ્થિતિમાં પણ લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. સરપંચ અશોકસિંહ સરવૈયાએ તંત્ર પાસે મદદ માગી છે. અનેકવાર બ્રિજની માગ છતાં હજુ સુધી બ્રિજ ન બનતા સ્થિતિ વણસી છે.
બોટાદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદની ધબધબાટી, ખેડૂતો ચિંતાતુર #Botad #RainAlert #UnseasonalRain #FarmersWorried #GujaratRain #WeatherUpdate #Monsoon2025 #CropDamage #GujaratNews #VTVDigital #HeavyRain #AgricultureCrisis #FarmerIssues #RainInBotad pic.twitter.com/0b7mIKVJpl
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 1, 2025
ADVERTISEMENT
ભાવનગર ઉપરાંત બોટાદમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. ગઢડામાં ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થતાં શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા છે અને સતત કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સિવાય વડોદરામાં સતત ચોથા દિવસે માવઠાના માર પડ્યો છે. વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અલકાપુરી, માંજલપુર, સમા, ગોરવા સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે ઓફિસ જતા લોકોને પડી ભારે હાલાકી પડી છે. નોંધનીય છે કે , 24થી 36 કલાકમાં હજુ પણ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આજથી આગામી થોડા દિવસો સુધી ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે, સાથે જ ભારે પવન પણ સાથે રહેશે.
વધુ વાંચો : RBIના આદેશ બાદ દેશની 7 મુખ્ય બેંકોએ કર્યો મોટો ફેરફાર, ગ્રાહકોના હિતમાં લેવાયો નિર્ણય
સૌરાષ્ટ્ર અને કચ્છ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ હોવાની સંભાવના છે, જ્યાં ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ ફેલાઈ શકે છે, અને ગાજવીજ અને ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.