ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: મોડાસામાં મેઘો મૂશળધાર, સરડોઈમાં રસ્તાઓ પર પાણીની નદી વહી, જુઓ વીડિયો
Last Updated: 06:57 PM, 24 June 2025
ADVERTISEMENT
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની સાથે જ રાજ્યમાં સારો વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવ મેઘરાજા ઉત્તર ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા અવિરત કૃપા વરસાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો ભારે વરસાદને કારણે પાણી-પાણી થઇ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી સિવાય કંઇજ નજરે પડતું ન હતું
ADVERTISEMENT
ડુંગર પરથી પાણી ધસી આવતા મોડાસાના સરડોઇના માર્ગો પર પાણી ફરી વળ્યાં, જુઓ Video#modasa #GujaratRain #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/0suy1kzuX9
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2025
ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. અરવલ્લીના મોડાસાના સરડોઈમાં મેઘો મૂશળધાર બન્યો છે, જેથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે ડુંગર પરથી પાણી આવતા માર્ગો પાણી-પાણી થાય છે. એટલું જ ગામના માર્ગો પર પણ બોટ લઈને ફરવાનો વારો આવે તેવા પાણી ભરાયા છે. ગામના રસ્તા પર પાણી ભરતા વાહનચાલકોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT

વધુ વાંચો: અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેનના ટાઈમ અને સ્ટેશનોમાં ફેરફાર, જુઓ લિસ્ટ
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ
રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ખાસ કરીને દ.ગુજરામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. સુરતમાં સતત બીજે દિવસે ધોધમાર વરસાદ યથાવત રહ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ નોંધાયો. સુરતમાં સૌથી વધુ 13.5 ઈંચ ખાબક્યો હતો. સતત વરસાદને પગલે ચારે તરફ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.. ક્યાંક ઘુંટણ સમાણાં તો ક્યાંક કેડ સમાણા પાણી ભરાયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો