બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: જુઓ 'પોળો ફોરેસ્ટ'નો નયનરમ્ય નજારો, જેને જોતા જ તમને જવાનું મન થઇ જશે

મનમોહક / VIDEO: જુઓ 'પોળો ફોરેસ્ટ'નો નયનરમ્ય નજારો, જેને જોતા જ તમને જવાનું મન થઇ જશે

Nidhi Panchal

Last Updated: 02:26 PM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં મોસમનો વરસાદ શરૂ થતાં પોળો ફોરેસ્ટ અને આસપાસનો વિસ્તાર હરિયાળો બની ગયો છે. કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતાં પ્રવાસીઓનો ઘસારો દિવસેને દિવસે વધતો જાય છે.

હાલ અત્યારે ભારે વરસાદના કરાણે અનેક જગ્યા પર સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી અને ઈડર તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે. આવી મનમોહક ઋતુમાં ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર કહેવાતું પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી લોકો પોળો ફોરેસ્ટની સુન્દરતા જોવા માટે તેમજ વન-ડે પિકનિક માણવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

drone

પોળો ફોરેસ્ટ હિલ સ્ટેશન બન્યું

અરવલ્લીની ઘેરાયેલી ગિરિકંદરાઓ અને લીલી છમ છમ પર્વતમાળાઓ પર વાદળો ઘેરાઈ ગયા છે, જેનાથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આખું પોળો ફોરેસ્ટ જાણે હિલ સ્ટેશન જેવી અનુભૂતિ કરાવે છે. આ વિસ્તારની સૌંદર્યતા ચોમાસામાં ખીલી ઉઠી છે. હરિયાળું નટનાથ અને ઠંડક ભરેલું વાતાવરણમાં ફરવું લોકોને ખુબ જ ગમે છે. પોળો ફોરેસ્ટની વચ્ચે વહેતી હરણાવ નદી પણ પુરજોશે વહેતી થઈ છે, જે આખા દ્રશ્યને વધુ માણક બનાવી રહી છે. નદીની બાજુમાં બેઠા પ્રવાસીઓ વરસાદી ઝાકળ અને ધુમ્મસ વચ્ચે કુદરતનો અદ્ભુત આનંદ માણી રહ્યા છે.

ડેમ ભરાતા 10 ગામોને એલર્ટ

પોળો ફોરેસ્ટથી થોડું આગળ આવેલું હરણાવ વણજ ડેમ પણ વરસાદને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉપરવાસ અને સાબરકાંઠા જિલ્લામાં પડેલા વરસાદના કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ છે. હાલમાં ડેમમાં 328.17 મીટર જેટલું પાણી ભરાયું છે, જયારે તેનું રૂલર લેવલ 330 મીટર છે.

એટલે હવે માત્ર 2 મીટર પાણીનો વધારો થાય તો ડેમ સંપૂર્ણ ભરાઈ જશે. હાલમાં ડેમ ભરાતા તંત્રએ નીચે આવેલા 10 ગામોને એલર્ટ કર્યાં છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે. જો ઉપરવાસમાં વધુ વરસાદ પડ્યો તો ડેમના દરવાજા ખોલવાની શક્યતા છે.

આ પણ વાંચો : VIDEO : ઢોરને છોડાવવા દાંતરડું ઉગામ્યું, પાલિકાની ટીમ ઉપર પશુપાલકોનો જીવલેણ હુમલો

ડેમ છલોછલ ભરાતા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે. પોળો ફોરેસ્ટ અને વણજ ડેમ બંને હાલ નભે પાર સૌંદર્યથી ખીલી ઉઠ્યાં છે અને કુદરતી શોભા પોતે જ બોલતી થઇ ગઈ છે. અહીંની શાંતિ, હરિયાળી અને ઠંડકભર્યું વાતાવરણ હર માણસને આશ્ચર્યચકિત અને પ્રસન્ન કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Polo Tourism Harnav River Polo Forest
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ