બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ઢોરને છોડાવવા દાંતરડું ઉગામ્યું, પાલિકાની ટીમ ઉપર પશુપાલકોનો જીવલેણ હુમલો

દાદાગીરી / VIDEO : ઢોરને છોડાવવા દાંતરડું ઉગામ્યું, પાલિકાની ટીમ ઉપર પશુપાલકોનો જીવલેણ હુમલો

Jay Bhatt

Last Updated: 12:02 PM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત શહેરમાં SMCના કર્મચારીઓ ઉપર પશુપાલકોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. SMCના કર્મચારીઓ રખડતા પશુઓને પકડવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. જાણો કેવી રીતે અને શા માટે તેમના પર હુમલો કરવામાં આવ્યો.

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોર સામે કડક કાર્યવાહી થઈ રહી છે તેમ છતાં સુરતમાં કેટલાક પશુપાલકોની દાદાગીરી જોવા મળી રહી છે. અગાઉ અનેકવાર પશુપાલકો દ્વારા પાલિકાના કર્મચારી કે અધિકારી પર હુમલાની ઘટના બની છે ત્યારે હવે સુરતમાં ફરી રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પાલિકાએ માથાભારે પશુપાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

દાતરડાંથી હુમલો કરીને આપી ધમકી

શહેરના SMC દ્વારા રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સુરત શહેરમાં SMCના કર્મચારીઓ ઉપર પશુમાલિકોએ જીવલેણ હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ પશુઓને પકડવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે મહિલાએ કર્મચારીને દાતરડાંથી હુમલો કરીને મારી નાખવાની આપી ધમકી આપી હતી. આ ઘટાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.

vtv app add

કાપોદ્રાના હીરાબાગમાં બની ઘટના

પાલિકાની પશુઓને પકડવા માટેની કામગીરી ક્યારે આસાન હોતી નથી. અવાર નવાર આવી કામગીરી સમયે ઘર્ષણની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ફરીથી આવી જ ઘટના સુરત શહેરના કાપોદ્રાના હીરાબાગમાં બની હતી. જ્યાં રખડતા ઢોરો પર કાર્યવાહીને લઈ SMCના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો : PHOTOS : નવસારી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, તંત્ર ઍલર્ટ

ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

મહિલાએ SMCના દબાણ ખાતાના કર્મચારીને દાતરડાંથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં દોરી કાપી પશુઓને પણ પશુપાલકો છોડાવી ગયા હતા. પશુપાલકો વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. તેમજ બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો પણ નોંધાયો છે.

પોલીસે કરી કાર્યવાહી

સુરતના કાપોદ્રામાં SMCના કર્મચારીઓ પર કરેલા આ હુમલાની ગુજરાતભરમાં ભારે ચર્ચા જગાવી હતી. ભારે હોબાળી મચી જતાં અંતે કાપોદ્રા પોલીસે કાર્યવાહી કરીને બે મહિલા એક પુરુષની ધરપકડ કરી હતી. કોર્પોરેશનના કર્મચારીઓ સાથે બોલાચાલી કરનાર મહિલાઓની ધરપકડ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Gujarat news Attacked on SMC Employees
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ