બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PHOTOS : નવસારી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, તંત્ર ઍલર્ટ

photo-story

8 ફોટો ગેલેરી

મેઘતાંડવ / PHOTOS : નવસારી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, તંત્ર ઍલર્ટ

Last Updated: 03:32 PM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain: હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી. ત્યારે નવસારીમાં રવિવાર એટલે કે 6 જૂને મેઘતાંડવ થતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે વહેલી સવારે પણ નવસારી તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

1/8

photoStories-logo

1. અનેક લોકોનું સ્થાળાંતર

નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. અને પૂર્ણા નદી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે તેમજ રાત્રે નદી 26 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા. જેના પગલે શહેરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. શાળાઓમાં રજા જાહેર

નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિ અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળા તેમજ આંગણવાડીમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ નિર્ણય કર્યો હતો. નવસારીમાં પૂરની સ્થિતિને પગલે હવે જિલ્લાની અન્ય શાળાઓમાં સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવામાં આવી શકે છે. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ રજા આપી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. રિંગરોડ પર ભરાયા ઘૂંટણસમા પાણી

ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારી શહેર જાણે પાણીમાં ગરકાવ થયું હતું. અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા. શહેરના રિંગરોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેના પગલે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. અનેક માર્ગો પર પાણી ફરી વળ્યાં

નવસારીમાં વરસાદથી અનેક માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની અસર જોવા મળી છે. સ્ટેશન રોડ, મંકોડિયા, ધાનેરા પોઇન્ટ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. અનેક માર્ગો બંધ કરાયા

ભારે વરસાદને કારણે વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓ ઉપર આવેલા કોઝવે પર પાણી ફરી વળતાં અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. સીંગાડથી મોટાફળિયા થઈને સુરતના મહુવા જતા મુખ્ય માર્ગ પર પણ ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. નવસારીમાં સાર્વત્રિક વરસાદ

આજે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, અને જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને એલર્ટ કરાયા છે. હાલ પૂર્ણા નદીમાં જોરદાર પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. લોકોનું જનજીવન ખોરવાયું

નવસારીમાં પૂર્ણા નદી હજુ ભયજનક સપાટી ઉપર વહી રહી છે. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. સાથે જ શહેરના 90 કરતા પણ વધારે માર્ગો ભારે વરસાદને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. પૂર્ણા ઉપરાંત અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે લોકોનું જનજીવન ખોરવાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. આજે તમામ જિલ્લામાં વરસાદની આગાહી

આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર સહિત મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Flood in Navsari Gujarat Rain Gujarat Monsoon 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ