ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજથી ભાજપ દ્વારા પ્રચાર અભિયાનનો પ્રારંભ
Last Updated: 09:37 AM, 12 April 2026
ADVERTISEMENT
Gujarat Politics : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી ચૂંટણી પ્રચારનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરની 15 મહાનગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો એકસાથે પ્રચારના મેદાનમાં ઉતર્યા છે.
ADVERTISEMENT
આ પ્રસંગે તમામ મહાનગરપાલિકાઓમાં એકસાથે ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે દ્વારા ઉમેદવારો જનતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે. આ કાર્યક્રમ ભાજપના પ્રચાર અભિયાનને એક સુગઠિત અને પ્રેરણાદાયક શરૂઆત આપશે.

ADVERTISEMENT
આ પણ વાંચો : ઓલપાડ તાલુકા પંચાયતની 2 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય
રાજ્યના મુખ્ય શહેરોમાં આ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહીને ઉમેદવારોને પ્રોત્સાહન આપશે. જ્યારે વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ હાજરી આપશે. ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારો લોકોની સેવા, વિકાસ અને પારદર્શક શાસન માટે પ્રતિજ્ઞા લેશે. આ સાથે તેઓ પોતાના પ્રચાર અભિયાનને વધુ સક્રિય રીતે આગળ વધારશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો