ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ઓલપાડ તાલુકા પંચાયતની 2 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય
Last Updated: 07:15 PM, 12 April 2026
ADVERTISEMENT
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને (ભાજપ) મહત્વપૂર્ણ સફળતા મળી છે. તાલુકાની કુલ 24 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર થયા છે.
ADVERTISEMENT

પ્રીતિબેન પાઠક
ADVERTISEMENT
સાયણ 1 અને સાયણ 3 બેઠકો પર અન્ય કોઈપણ રાજકીય પક્ષ કે સ્વતંત્ર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા છે. સાયણ 1 બેઠક પરથી પ્રીતિબેન પાઠક અને સાયણ 3 બેઠક પરથી ભૂમિબેન મહિડા વિના વિરોધે વિજેતા બન્યા છે.

ADVERTISEMENT
ભૂમિબેન મહિડા
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે કચ્છ કોંગ્રેસમાં ભડકો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર કર્યા આક્ષેપ
ADVERTISEMENT
આ બિનહરિફ જીતને ભાજપ માટે સ્થાનિક સ્તરે મજબૂત સંગઠન અને પ્રભાવનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે. ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં જ બે બેઠકો જીતવાથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે બાકીની 22 બેઠકો માટે મતદાન પ્રક્રિયા અને પરિણામો પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો