બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : વડાપ્રધાન મોદી ઈજાગ્રસ્તોને મળ્યા, ઘટનાસ્થળની પણ કરી મુલાકાત

સહાનુભૂતિ / VIDEO : વડાપ્રધાન મોદી ઈજાગ્રસ્તોને મળ્યા, ઘટનાસ્થળની પણ કરી મુલાકાત

Published By: Jay Bhatt

Last Updated: 11:28 AM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગુરુવારે એટલે કે 12 જૂન 2025ના રોજ લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયાના અહેવાલ છે. આ ઘટનાનને પગલે વડાપ્રધાન મોદી આજે અમદાવાદ પહોંચ્યા છે અને ઈજાગ્રસ્તોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે, જો કે ચમત્કાર થતાં એક વ્યક્તિ બચી ગયો હતો. વડાપ્રધાન મોદીએ આ બચી ગયેલા વ્યક્તિ સાથે મુલાકાત કરીને તેના ખબરઅંતર પૂછ્યાં હતા.

અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશની ઘટના બની ત્યાં વડાપ્રધાન મોદીએ ઘટનાસ્થળની મુલાકાત કરીને DGP સાથે સમગ્ર ઘટનાનો તાગ મેળવતા નજરે પડ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના મેઘાણીનગર IGP કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું હતું.

વડાપ્રધાન મોદીએ ઘટનાસ્થળ પર પહોંચીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી સાથે ઘટના અંગેની માહિતી મેળવી હતી. અમદાવાદમાં ગઈકાલે બપોરે લગભગ 1.40 વાગ્યે પ્લેન ક્રેશની ઘટના બની હતી.

PM મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લેતા પહેલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં ઈજાગ્રસ્તોને મળ્યા હતા. આ દરમિયાન PM મોદીના ચહેરા પર ઉદાસીનતા દેખાઈ હતી. વડાપ્રધાન મોદીએ ઈજાગ્રસ્તોને સાંત્વના આપી હતી.

વધુ વાંચો : શહેરનું એક માર્કેટ પ્લેન્સ માટે બની રહ્યું છે જોખમી, બની રહી છે બર્ડ હિટની ઘટનાઓ

અમદાવાદમાં ગરુવારે પ્લેન ક્રેશની ઘટના બની કે તરત જ PM મોદી એક્ટિવ મોડમાં આવી ગયા હતા. ત્યારે આજે તાબતોડ પોતાના અન્ય કામ છોડીને અમદાવામાં આવી પહોંચ્યા હતા. આજે સવારે 8 વાગ્યાની આસપાસ PM મોદી અમદાવાદમાં પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat PM Modi Ahmedabad plane crash

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ