ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફરીવાર ગુજરાત બન્યું ટોચના 5 મોટા અર્થતંત્રો પૈકીનું એક રાજ્ય, આવક લાખોમાં

સિદ્ધિ / ફરીવાર ગુજરાત બન્યું ટોચના 5 મોટા અર્થતંત્રો પૈકીનું એક રાજ્ય, આવક લાખોમાં

Published By: Priykant Shrimali

Last Updated: 02:57 PM, 5 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Economy : આ વૃદ્ધિ દરે ગુજરાતને કર્ણાટક (7.69%) અને તમિલનાડુ (6.29%) જેવા મોટા રાજ્યો કરતાં આગળ રાખ્યું છે. મોટા અર્થતંત્રો સામાન્ય રીતે સ્ટ્રક્ચરલ સેચ્યુરેશનના કારણે ધીમા પડે છે પરંતુ...

ADVERTISEMENT

Gujarat Economy : ગુજરાતે વિકાસના નવા શિખરો સર કરતાં ફરી એકવાર સાબિત કર્યું છે કે તે દેશનું સાચું ગ્રોથ એન્જિન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે આર્થિક ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્યની માથાદીઠ આવક પહેલીવાર ₹3 લાખને પાર પહોંચી છે અને ગુજરાત આજે ભારતના સૌથી મજબૂત અને ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાં છે.

8.42%ના વાસ્તવિક વૃદ્ધિ દર સાથે ગુજરાત મોખરે

તાજેતરના આંકડાઓ મુજબ ગુજરાતે છેલ્લા દાયકામાં સતત અને અસરકારક વૃદ્ધિ દર્શાવી છે. 2012-13થી 2023-24 સુધીના સમયગાળા દરમ્યાન રાજ્યએ 8.42%નો વાસ્તવિક સરેરાશ વૃદ્ધિ દર જાળવી રાખ્યો છેજે દેશના મોટા અને ₹10 લાખ કરોડથી વધુની અર્થવ્યવસ્થા ધરાવતા રાજ્યોમાં સર્વોચ્ચ છે.

આ વૃદ્ધિ દરે ગુજરાતને કર્ણાટક (7.69%) અને તમિલનાડુ (6.29%) જેવા મોટા રાજ્યો કરતાં આગળ રાખ્યું છે. મોટા અર્થતંત્રો સામાન્ય રીતે સ્ટ્રક્ચરલ સેચ્યુરેશનના કારણે ધીમા પડે છે, પરંતુ ગુજરાતે તેના મજબૂત ઔદ્યોગિક આધાર, ઉત્તમ માળખાગત સુવિધાઓ અને રોકાણ-મૈત્રીપૂર્ણ નીતિઓના કારણે પ્રગતિનો અનોખો માર્ગ તૈયાર કર્યો છે.

ભારતના ટોચના પાંચ મોટા અર્થતંત્રોમાં ગુજરાત

વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) ₹24.62 લાખ કરોડ સુધી પહોંચ્યું-જે એક દાયકામાં લગભગ ચાર ગણો વધારો દર્શાવે છે. આ સિદ્ધિ સાથે ગુજરાતે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી ભારતના ટોચના પાંચ સૌથી મોટા અર્થતંત્રોમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

વિવિધ ક્ષેત્રોમાંથી મજબૂત યોગદાન

ગુજરાતની ઝડપભરી આર્થિક વૃદ્ધિના પાછળ રાજ્યના વિવિધ ક્ષેત્રોની મજબૂત કામગીરી મુખ્ય કારણ છે:

  • મેન્યુફેક્ચરિંગ : ₹7.43 લાખ કરોડ (GSVAનો એક-તૃતીયાંશ હિસ્સો)
  • વેપાર, પરિવહન, નાણાંકીય સેવાઓ અને રિયલ એસ્ટેટ : ₹7.81 લાખ કરોડ
  • કન્સ્ટ્રક્શન અને યુટિલિટી ક્ષેત્ર : ₹2.31 લાખ કરોડ
  • કૃષિ, વન અને માછીમારી : ₹3.69 લાખ કરોડ-સમાવેશી વિકાસનો મુખ્ય સ્તંભ

આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતની અર્થવ્યવસ્થા માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ નહીં, પરંતુ તમામ ક્ષેત્રોમાં સંતુલિત રીતે વિકસતી રહી છે.

માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર

ગુજરાતે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે-માથાદીઠ આવક ₹3,00,957 સુધી પહોંચીને. આ આંકડો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યો કરતાં વધુ છે. ઊંચી શ્રમ ઉત્પાદકતા, ઉદ્યોગોનું સતત વિસ્તરણ અને મજબૂત નીતિગત માળખું આ સિદ્ધિના મુખ્ય આધારસ્તંભ છે. માથાદીઠ આવકના આ રેકોર્ડ સાથે ગુજરાત હવે માત્ર આર્થિક કદમાં જ નહીં, પરંતુ વિકાસની ગુણવત્તામાં પણ આગવું સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો : છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર, સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે યોજી CM-Dy.CM સાથે બેઠક

ભારતનું સશક્ત અને સ્થિતિસ્થાપક ગ્રોથ મોડલ: ગુજરાત

નિરંતર 8.42% વાસ્તવિક વૃદ્ધિ દર, ચાર ગણાથી વધુ વધારો થયેલ GSDP, ઉચ્ચ માથાદીઠ આવક અને ઝડપથી વિસ્તરતું આર્થિક બેઝ-આ બધું મળીને ગુજરાતને ભારતનું સૌથી ઝડપથી વિકાસ પામતું મૂખ્ય અર્થતંત્ર બનાવે છે. વિકાસ, સુશાસન, સ્થિરતા અને વ્યૂહાત્મક અમલીકરણનું સંયોજન ગુજરાતને રાષ્ટ્રીય તથા વૈશ્વિક સ્તરે એક અનોખું મોડલ બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Economy Growth Rate Growth Engine

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ