ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ''DJ વાળાનું ડીજે બંધ રાખું તો માતા ન કેવાઉં'', ઠાકોર સમાજને લઇ ગેનીબેન પર શું બોલ્યા ભુવાજી?

Video / ''DJ વાળાનું ડીજે બંધ રાખું તો માતા ન કેવાઉં'', ઠાકોર સમાજને લઇ ગેનીબેન પર શું બોલ્યા ભુવાજી?

Published By: Priyankka Triveddi

Last Updated: 11:46 AM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠાકોર સમાજમાં લગ્નને લઈને જે નવા કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા છે તેને લઈને સતત વિવવાડો ચાલતા રહ્યા છે. એક બાજુ લગ્નમાં DJ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના વિરોધમાં કલાકારો આવ્યા છે તો હવે આ મામલે થરાદમાં એક ભૂવાએ પણ ગેનીબેનને પડકાર આપ્યો છે.

ADVERTISEMENT

Vav Tharad Viral Video: ઠાકોર સમાજમાં નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે જેમાં લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ અમુક બિનજરૂરી અને દેખાડા કરતાં ખર્ચ પર કાપ મૂકવાની વાત કરવામાં આવી છે. જેમાં એક મુદ્દાએ ખાસ ધ્યાન ખેંચ્યું છે અને તે છે લગ્નપ્રસંગે DJ વગાડવાનો કાયદો. લગ્નમાં ડીજે બંધ કરવાનો કાયદો આવ્યા પછી ઘણા બધા ડીજેના કારીગરો કામ વગરના થયા છે અને જેમની સહારે કલાકારો આવ્યા છે. આ પહેલા પણ આ મુદ્દે જાણીતા ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે ગેનીબેન સામે આ કાયદો હટાવી લેવા માંગ કરી હતી અને તેઓ આ કાયદાનું પાલન નહીં થવા દે તેવી જાહેરમાં ગેનીબેનને ચેલેન્જ આઈ હતી ત્યાર પછી હવે ફરી એક વિવાદ સામે આવ્યો છે જેમાં વાવ થરાદમાં એક ભૂવાએ ગેનીબેનને પડકાર આપ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ વધુ ચગ્યો છે.

વાવ–થરાદમાં ભુવાનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, ગેનીબેનને ખુલ્લી ચેલેન્જ

બનાસકાંઠાના વાવ–થરાદ વિસ્તારમાં એક ભુવાનો ગેનીબેનને ખુલ્લેઆમ ચેલેન્જ આપતો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપી ગતિએ વાયરલ થયો છે. આ વીડિયોમાં ભુવો પોતે “જોગણી બોલે છે” કહીને દાવો કરે છે કે “ડીજે બંધ રાખું તો હું માતા ન કહેવાવું” અને “વીડિયો ઉતારવો હોય તો ઉતારી દો.” આ નિવેદનો બાદ સ્થાનિક સ્તરે ચર્ચા અને વિવાદ વધુ ઉગ્ર બન્યા છે. આ વીડિયોમાં ભુવો સમાજ અને જમણવારને લઈને પણ ઉગ્ર ટિપ્પણીઓ કરે છે. “સમાજ સમાજ પ્રમાણે રહેવું પડે” કહીને તે એક બાજુ ઠાકોરનો જમણવાર અને બીજી બાજુ ગેનીબેનનો જમણવાર હોવાની વાત કરે છે. સાથે જ ભોજન અંગે સરખામણી કરતાં વિવાદાસ્પદ શબ્દો પ્રયોગ કરે છે. જેને કારણે સમાજમાં પ્રતિક્રિયા ઊભી થઈ છે.

આ પણ વાંચો: જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત, ધરપકડ પર રોક

vtv app promotion

આ સમગ્ર ઘટનાના પગલે વિસ્તારના લોકો વચ્ચે મતભેદ ઊભા થયા છે. કેટલાક લોકો વિડિયોને અયોગ્ય અને ઉશ્કેરણીજનક ગણાવી રહ્યા છે. જ્યારે કેટલાક સમર્થનમાં પણ અવાજ ઉઠાવી રહ્યા છે. હાલ સુધી ગેનીબેન તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Thakor Community Vav Tharad News Geniben Challanege

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ