ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / Video: સુરતમાં લુખ્ખા તત્વો બેફામ, તો વડોદરામાં પશુમાલિકોની દાદાગીરી સામે આવી, ઘટના CCTVમાં કેદ

ક્રાઇમ / Video: સુરતમાં લુખ્ખા તત્વો બેફામ, તો વડોદરામાં પશુમાલિકોની દાદાગીરી સામે આવી, ઘટના CCTVમાં કેદ

Published By: Priykant Shrimali

Last Updated: 12:54 PM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara-Surat Crime News : સુરતમાં લુખ્ખા તત્વોએ બાઇક ચાલકને ઓવરટેક કરવા જેવી બાબતે માર માર્યો તો વડોદરાના સુભાનપુરામાં માથાભારે પશુ માલિકોની દાદાગીરી કરી પશુ છોડાવી ગયા, જુઓ Video

ADVERTISEMENT

Vadodara-Surat Crime News : રાજ્યમાં અવાર-નવાર અસામાજિક તત્વોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. જોકે હવે સુરતથી પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરતમાં લુખ્ખા તત્વોએ બાઇક ચાલકને ઓવરટેક કરવા જેવી બાબતે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સાથે વડોદરા શહેરમાં પશુમાલિકોની દાદાગીરી સામે આવી છે. વિગતો મુજબ વડોદરાના સુભાનપુરામાં માથાભારે પશુ માલિકોની દાદાગીરી કરી પશુ છોડાવી ગયાનો વીડિયો સામે આવ્યો છે.

ઓવરટેક કરવા બાબતે યુવકને માર મરાયો

સુરત શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં બાઈક ચાલક યુવકને માર મારવામાં આવ્યો છે. બાઈક ઓવર ટેક કરવા જેવી બાબતે માર મારવાંમાં આવ્યો છે. જેમાં ત્રણ જેટલા લુખ્ખા તત્વોએ ઢોર માર માર્યો છે. આ તરફ માર મારતા યુવકની એક બાજુની આંખ પર ગંભીર ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. આ મામલે હવે યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : કુખ્યાતને મેથીપાક, જાહેરમાં મર્ડર, યુવકનું અપહરણ, અમદાવાદમાં આ શું થઇ રહ્યું છે? પોલીસ પર ઉઠ્યાં સવાલ

વડોદરામાં પશુમાલિકોની દાદાગીરી

સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં પશુમાલિકોની દાદાગીરીની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વડોદરા શહેરના સુભાનપુરામાં માથાભારે પશુ માલિકો પાલિકાના કર્મચારીઓ સાથે દાદાગીરી કરી પશુ છોડાવી ગયાનું સામે આવ્યું છે. જેમાં હાથમાં તીક્ષ્ણ હથિયાર રાખી કર્મચારીઓને બાનમાં લીધા હતા. આ સાથે કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ કરી માતા-પુત્ર ગાય છોડાવી ગયાનું સામે આવ્યું છે. જેમાં ભાવેશ રબારી અને તેની માતા સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે ગોરવા પોલીસે માતા-પુત્ર સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Surat viral video

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ