બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કુખ્યાતને મેથીપાક, જાહેરમાં મર્ડર, યુવકનું અપહરણ, અમદાવાદમાં આ શું થઇ રહ્યું છે? પોલીસ પર ઉઠ્યાં સવાલ
Last Updated: 12:29 PM, 11 June 2025
Ahmedabad Crime News : મેટ્રો સિટી અમદાવાદ જેમ-જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેમ-તેમ હવે ક્રાઇમની ઘટનાઓ પણ સતત વધી રહી છે. દરરોજ અમદાવાદમાં કોઈને કોઈ ક્રાઇમની ઘટનાપ સામે આવતી હોય છે. આ તરફ અનેક અસામાજિક તત્વો પણ પોતે જાણે દાદા થઈ ગયા હોય તેમ સામાન્ય જનતાને હેરાન-પરેશાન કરતાં હોય છે. જોકે બાદમાં પોલીસ પણ આ પ્રકારના ઇસમો સામે કાર્યવાહી કરતી હોય છે. પણ આપણે ત્યાં કહેવત છે ને કે, કુતરાની પુંછડી વાંકી એ વાંકી... તે પ્રમાણે આ અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા. અમદાવાદમાં 3 એવી ઘટના બની કે, જેમાં અસામાજિક ઇસમોનો ત્રાસ સામે આવ્યો છે.
ADVERTISEMENT

યુવકનું અપહરણ કરી ધમકી
ADVERTISEMENT
અમદાવાદમાં યુવકનું અપહરણ કરી ધમકી આપવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ અમરાઈવાડીમાં રિવોલ્વરની અણીએ ધમકી આપીને 1 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 શખ્સોએ રિવોલ્વર બતાવીને પૈસા પડાવ્યા હતા. વિગતો મુજબ યુવકનું અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. જેમાં સંજય ઉર્ફે ચેરી રાણા, આશિષ ઉર્ફે શેરા તિવારી અને અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાઈ હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું અને પોલીસે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કર્યું હતું.

ADVERTISEMENT
ગીતામંદિર વિસ્તારમાં કુખ્યાતની ધોલાઈ
આ તરફ અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં કુખ્યાતની ધોલાઈ કરવામાં આવી છે. વિગતો મુજબ આરોપી ભાવેશ મંગાની જાહેરમાં સરભરા કરાઇ છે. નોંધનીય છે કે, ભાવેશ મંગા વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. આરોપી ભાવેશ મંગાએ પોલીસ અને વેપારી પર હુમલો કર્યો હતો. જોકે પોલીસે ભાવેશ વિરુદ્ધ વિવિધ 3 ગુના નોંધીને તપાસ શરૂ કરી છે. આ તરફ આરોપી અગાઉ વેપારીઓ પાસેથી ખંડણી માગવાના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. જોકે હવે આરોપો ભાવેશ મંગાની જાહેર માં સરભરા કરાઇ હોવાનો ગીતામંદિર ST સ્ટેશન પાસેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં કુખ્યાત ભાવેશ મંગાની ધોલાઈ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 11, 2025
(વેપારીઓએ ભાવેશ મંગાને મેથીપાક આપ્યો, ભાવેશ મંગા વિરુદ્ધ નોંધાયેલા છે અનેક ગુના, અગાઉ આરોપી ભાવેશ મંગાએ પોલીસ અને વેપારી પર કર્યો હતો હુમલો, પોલીસે ભાવેશ વિરુદ્ધ વિવિધ 3 ગુના નોંધીને તપાસ શરૂ કરી, આરોપી અગાઉ વેપારીઓ… pic.twitter.com/5GtYAbRDV6
ADVERTISEMENT
ખોખરામાં યુવકની જાહેરમાં હત્યા
મેટ્રો સિટી અમદાવાદમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદના ખોખરામાં યુવકની જાહેરમાં હત્યા કરાઇ છે. પ્રાથમિક વિગતો મુજબ પૈસાની લેતી-દેતીમાં થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. ખોખરા પોલીસ સ્ટેશનની સામે રમણલાલ જોશીની ચાલીની આ ઘટનામાં શુભમ વાઘમારે નામના 19 વર્ષીય યુવકની હત્યા કરાઇ છે જેમાં ક્રિષ્ના ઉર્ફે બટકો, ગણેશ અને સની નામનાયુવકે ગળાના ભાગે છરીના ઘા ઝીકીને કરી હત્યા કરી હોવાનું સામે આવતા ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.