બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાની કિટલીવાળાના હોશ ઉડી ગયા! એક હજારથી સીધું 81634 રૂપિયાનું લાઈટ બીલ

અંબાજી / ચાની કિટલીવાળાના હોશ ઉડી ગયા! એક હજારથી સીધું 81634 રૂપિયાનું લાઈટ બીલ

Last Updated: 05:59 PM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીના જગદીશ કુમાર જોશી નામના આ વેપારી સાથે આ ઘટના ઘટી.. અને બિલ જોયા બાદ વેપારી વિચારમાં પડી ગયા કે આટલું મોટી બિલ કઇ રીતે આવી શકે. વેપારીએ આ મામલે યુજીવીસીએલ સમક્ષ રજુઆત કરી છે

અંબાજીમાં ચાની નાનકડી કિટલી સાથે દુકાન ધરાવતા વેપારીને યુજીવીસીએલ દ્વારા એટલી મોટી રકમનું બિલ પધરાવવામાં આવ્યું કે વેપારીના હોશ ઉડી ગયા.. જી હા આ વેપારીને 81, 634 રૂપિયાનું વીજળીનું બીલ મોકલવામાં આવ્યું છે. અંબાજીના જગદીશ કુમાર જોશી નામના આ વેપારી સાથે આ ઘટના ઘટી.. અને બિલ જોયા બાદ વેપારી વિચારમાં પડી ગયા કે આટલું મોટી બિલ કઇ રીતે આવી શકે. વેપારીએ આ મામલે યુજીવીસીએલ સમક્ષ રજુઆત કરી છે.

વેપારીની દલીલ છે કે અગાઉ તેમને માત્ર 1 હજાર રૂપિયાનું બિલ આવતું હતું.. પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ આ બિલ આવ્યું છે.

આ પણ વાંચોઃ મોરબીમાં રાજીનામાની ચેલેન્જ વચ્ચે હવે કોંગ્રેસની એન્ટ્રી, કગથરાએ કહ્યું 'પેરિસ પછી બનાવજો પહેલા...'

મહ્તવનું છે કે સ્માર્ટ મીટરને લઇને બિલ વધારે આવતું હોવાની ફરીયાદ ઉઠી હતી.. પરંતુ સરકાર તરફથી આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી જેમાં કહેવાયું હતું કે કેટલાક ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટરમાં વીજ વપરાશ વધુ હોવાની ફરિયાદ કે દાવાઓ કરવામાં આવેલ છે. સ્માર્ટ મીટર એ અન્ય મીટરની જેમ જ તમામ પ્રકારના ટેસ્ટ અને એક્યુરેસી ચેક પછી જ લગાવવામાં આવેલ છે. વધુમાં સ્માર્ટ મીટર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણેના સ્પેસિફિકેશન ધરાવે છે અને તે સામાન્ય મીટર મુજબ જ વીજ વપરાશની નોંધણી કરે છે. વધુમાં ચેક મીટર દ્વારા કેટલાક ગ્રાહકોમાં સ્માર્ટ મીટર અને ચેક મીટરમાં વીજ વપરાશની સરખામણી કરવામાં આવેલ છે અને બંનેમાં સમાન વીજ વપરાશ નોંધાયેલ છે. આમ સ્માર્ટ મીટરમાં વધુ વીજ વપરાશના દાવાઓમાં તથ્ય નથી. આમ, ગ્રાહકોમાં બિલની ગણતરી અંગે જે ગેરસમજો ઊભી થયેલ છે તે નિવારવા તેમજ અન્ય માધ્યમોમાથી મળેલ વિવિધ સૂચનોને ધ્યાને લઈ સ્માર્ટ મીટરને સંલગ્ન બાબતો સરળ બનાવવા નીચે મુજબની પધ્ધતિ અપનાવવાનું નક્કી કરવામાં આવે છે.

  1. સ્માર્ટ મીટર ગ્રાહકો પૈકી જે ગ્રાહકો સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાડવા ઇચ્છુક હશે તે ગ્રાહકોના ઘરે ચેક મીટર લગાડવામાં આવશે જેથી બંને મીટરનો વપરાશ સરખાવી શકાય.
  2. સ્માર્ટ મીટર ગ્રાહકો દૈનિક વીજ વપરાશના યુનિટ પોતાની મોબાઇલ એપ્લીકેશન પર જોઈ શકશે.
  3. સ્માર્ટ મીટર ધારકને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પોતાની સ્માર્ટ મીટરની મોબાઇલ એપ્લીકેશન પર માસિક બીલ આપવામાં આવશે જેની ચુકવણી માટે હાલની સામાન્ય બિલ પ્રક્રીયા મુજબ નિયત સમય આપવામાં આવશે. જે સ્માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્સમાં હશે તો પણ તેને વીજ જોડાણ કાપવામાં નહીં આવે અને નિયત સમયગાળામાં બિલ ભરપાઈ ન કરવામાં આવે તે કિસ્સામાં હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
  4. બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Electricity Bill Tea Stall Vendor UGVCL
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ