ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / પોલીસને જોઇ તાપી નદીમાં માર્યો ભુસકો, પાણીમાં તરીને ઝાડીમાં સંતાયો, પછી પોલીસે આ રીતે પકડ્યો
Last Updated: 08:48 AM, 9 June 2025
ADVERTISEMENT
સુરતમાં ઘરફોડ ચોરીના આરોપીને પોલીસે જે રીતે પકડ્યો તે કદાચ તમે અગાઉ ભાગ્યે જ સાંભળ્યું હશે... ઘરફોડ ચોરીનો આરોપી પોલીસને જોઇને નદીમાં કૂદી પડ્યો હતો.. પરંતુ પોલીસે તેને આખરે દબોચી લીધો..
ADVERTISEMENT
આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને પોલીસ શોધી રહી હતી, દરમ્યાન પોલીસને આવતી જોઇને બાઇક પર આવી રહેલા આરોપીએ બાઇક મુકી તાપી નદીમાં કૂદકો માર્યો હતો.. આરોપી તરતા તરતા તાપી નદી પરના બેટના ઝાડી-ઝાંખરામાં સંતાઇ ગયો હતો.
આ પણ વાંચોઃ આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત, 35 દિવસના વેકેશન બાદ બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા પરિસર
ADVERTISEMENT
ક્રાઇમ બ્રાન્ચની અને ફાયર બ્રિગેડની ટીમ આરોપીને શોધવા કામે લાગી હતી.. પોલીસે આરોપીને શોધવા ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કર્યો હતો.. આખરે ડ્રોન કેમેરાની મદદથી આરોપીને શોધી કઢાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ