બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતની હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત રેકેટનો પર્દાફાશ, 3 મહિલા દર્દી અને 2 મહિલા કર્મચારીઓ પકડાઈ

કાર્યવાહી / સુરતની હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત રેકેટનો પર્દાફાશ, 3 મહિલા દર્દી અને 2 મહિલા કર્મચારીઓ પકડાઈ

Published By: Priyankka Triveddi

Last Updated: 04:32 PM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની વરાછા હોસ્પિટલમાંથી એક મોટું રેકેટ સામે આવ્યું છે. સુરતની એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાતનું એક મોટું રેકેટ સામે આવતા ચકચાર મચી છે.

Surat Mamta Hospital News: સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતના રેકેટનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. "માની મમતા" તરીકે ઓળખાતી આ હોસ્પિટલમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવતા આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયા છે. મળતી માહિતી અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે ચોક્કસ બાતમીના આધારે લાભેશ્વર ચોક રોડ પાસે આવેલી આ હોસ્પિટલમાં અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં અનેક ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે.

દરોડા દરમિયાન દર્દીઓ અને સ્ટાફ ઝડપાયા

આ દરોડા દરમિયાન ગર્ભપાત માટે હોસ્પિટલમાં આવેલી ત્રણ મહિલા દર્દીઓ અને બે મહિલા કર્મચારીઓ મળી આવ્યા હતા. જેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે હોસ્પિટલમાં ગેરકાયદે રીતે ગર્ભપાત કરવામાં આવતો હતો. આરોગ્ય વિભાગે સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા છે અને હોસ્પિટલની કામગીરી પર સવાલો ઊભા થયા છે. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

મુખ્ય આરોપી રામગોપાલ ખંડેલવાલ ફરાર

આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ હોવાનું સામે આવ્યું છે. જે અગાઉ પણ ગેરકાયદે ગર્ભપરીક્ષણ કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે રામગોપાલ પાસે કોઈ માન્ય ડોક્ટરની ડિગ્રી નથી. છતાં તે દર્દીઓ પર ઓપરેશન કરતો હતો. દરોડા દરમિયાન તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેના કારણે પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો અને ફરીથી એ જ પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી.

PNDT એક્ટ હેઠળ ગુનો નોંધીને હોસ્પિટલ સીલ કરાઈ

આ સમગ્ર મામલે વરાછા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ સામે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. (PNDT) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાયદાકીય જોગવાઈઓ ધરાવે છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ કરી દીધી છે અને તેમાં ચાલી રહેલી તમામ પ્રવૃત્તિઓને બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ, બે સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગની આગાહી

ફરાર આરોપીની શોધખોળ તેજ

હાલમાં પોલીસ અને આરોગ્ય વિભાગ સંયુક્ત રીતે આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે. મુખ્ય આરોપી રામગોપાલ ખંડેલવાલને ઝડપી પાડવા માટે ખાસ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ કેસમાં વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા છે. જેના કારણે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ ઘટના આરોગ્ય ક્ષેત્રમાં ચાલી રહેલી ગેરરીતિઓ સામે કડક પગલાં લેવાની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

સુરત હોસ્પિટલ રેડ Surat Hospital Raid Surat Mamta Hospital News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ