ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી: ડુમસ સી ફેસ પર ઉત્સાહ, વિદેશી મહેમાનો પણ થયા મંત્રમુગ્ધ

ગુજરાત સ્થાપના દિવસ / સુરતમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી: ડુમસ સી ફેસ પર ઉત્સાહ, વિદેશી મહેમાનો પણ થયા મંત્રમુગ્ધ

Published By: Priyankka Triveddi

Last Updated: 10:02 PM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 1 મે ના દિવસે સુરતમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી રહી છે. જ્યાં પરંપરા, સંસ્કૃતિ અને વિકાસના સંકલન સાથે રાજ્યના ગૌરવમય પ્રવાસને યાદ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

Surat Gujarat Foundation Day: સુરત શહેરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડુમસ સી ફેસ પર યોજાયેલા આ કાર્યક્રમમાં ભવ્ય માહોલ સર્જાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ઉજવણી યોજાઈ હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઉપમુખમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના ગૌરવવંત ઈતિહાસથી લઈને આધુનિક વિકાસ સુધીની સફરની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

કલા-સંસ્કૃતિ અને પ્રતિભાનો સન્માન

કાર્યક્રમ દરમિયાન ગુજરાતની સમૃદ્ધ કલા અને સંસ્કૃતિનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકનૃત્ય, સંગીત અને પરંપરાગત કાર્યક્રમો દ્વારા ગુજરાતની ઓળખને જીવંત બનાવવામાં આવી હતી. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા રાજ્યના વિકાસમાં યોગદાન આપનારાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: એપ્રિલમાં ગુજરાતની તિજોરી છલકાઈ: જીએસટી આવકમાં 44%નો ઉછાળો

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન

ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતની ઓરો યુનિવર્સિટીમાં 1 અને 2 મેના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)ની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઇવેન્ટમાં જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર જેવા દેશો ભાગીદાર તરીકે જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં કરોડો રૂપિયાના MOU પર હસ્તાક્ષર થયા છે. ઉપરાંત સુરત કટ ડાયમંડને GI ટેગ માટે ખાસ કવર લોન્ચ કરવામાં આવ્યું હતું અને 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત પણ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dumas Beach Event Surat Celebration Gujarat Foundation Day

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ