ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / એપ્રિલમાં ગુજરાતની તિજોરી છલકાઈ: જીએસટી આવકમાં 44%નો ઉછાળો

આવક / એપ્રિલમાં ગુજરાતની તિજોરી છલકાઈ: જીએસટી આવકમાં 44%નો ઉછાળો

Published By: Priyankka Triveddi

Last Updated: 08:53 PM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપ્રિલ 2026માં ગુજરાત રાજ્યની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેમાં જીએસટી સહિતના વિવિધ કરમાંથી મળેલી આવકએ નવો રેકોર્ડ સ્થાપ્યો છે અને રાજ્યની મજબૂત અર્થવ્યવસ્થાનો સંકેત આપ્યો છે.

ADVERTISEMENT

Gujarat News: રાજ્યની તિજોરી એપ્રિલ મહિનામાં છલકાઈ ઊઠી છે અને આવકના આંકડાઓએ નવા રેકોર્ડ બનાવી દીધા છે. એપ્રિલ 2026 દરમિયાન રાજ્યને જીએસટી હેઠળ રૂપિયા 9,916 કરોડની આવક થઈ છે, જે જીએસટીના અમલ બાદ અત્યાર સુધીની સૌથી ઊંચી માસિક આવક માનવામાં આવી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે જીએસટી આવકમાં નોંધપાત્ર 44 ટકાનો વધારો થયો છે. જે રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી દર્શાવે છે.

જીએસટી સિવાય અન્ય કર આવકમાં પણ વધારો નોંધાયો છે. વેટ હેઠળ રાજ્યને રૂપિયા 2711 કરોડની આવક થઈ છે. જ્યારે વિદ્યુત શુલ્કમાંથી રૂપિયા 1055 કરોડ મળ્યા છે. વ્યવસાય વેરા હેઠળ પણ રાજ્યને રૂપિયા 21 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ તમામ આવકોને મળીને રાજ્યને કુલ રૂપિયા 13703 કરોડની આવક થઈ છે. જે રાજ્યની નાણાકીય સ્થિતિ મજબૂત બનતી હોવાનું સૂચવે છે.

આવકમાં થયેલો આ વધારો રાજ્યમાં વધી રહેલી વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓ અને કર વસૂલાતની અસરકારક વ્યવસ્થાને કારણે શક્ય બન્યો છે. નિષ્ણાતોના મતે, આ આંકડા દર્શાવે છે કે રાજ્યની અર્થવ્યવસ્થા મજબૂત દિશામાં આગળ વધી રહી છે. સાથે જ સરકાર દ્વારા કરચોરી અટકાવવા અને પારદર્શક વ્યવસ્થા અમલમાં મૂકવાના પ્રયાસો પણ સફળ સાબિત થઈ રહ્યા છે.

આ પણ વાંચો: કચ્છમાં ઘોરાડ પક્ષીનું બચ્ચું ગુમ, વન વિભાગે શિકારની આશંકા વ્યક્ત કરી

આવકના આ સકારાત્મક આંકડાઓને કારણે રાજ્ય સરકારને વિકાસ કામોમાં વધુ ગતિ આપવા મદદ મળશે તેવી આશા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વધુ રોકાણ શક્ય બનશે. આ રીતે રાજ્યની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને વિકાસના નવા દરવાજા ખુલશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tax Collection Growth State Economy Gujarat GST Revenue

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ