ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં તસ્કરો બેફામ! ચોર-લૂંટારાઓનો પોલીસને પડકાર! એક જ દિવસમાં લૂંટની 4 ઘટના

સાવધાન / ગુજરાતમાં તસ્કરો બેફામ! ચોર-લૂંટારાઓનો પોલીસને પડકાર! એક જ દિવસમાં લૂંટની 4 ઘટના

Last Updated: 05:20 PM, 4 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના 4 જિલ્લામાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. બનાસકાંઠામાં મંદિરને નિશાન બનાવી ચાંદીના છત્તરની ચોરી કરી તસ્કરો ફરાર થયા. જ્યારે જૂનાગઢના કેશોદમાં તસ્કરોએ 2 દુકાનોમાં હાથફેરો કર્યો.

ADVERTISEMENT

રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે શખ્સોએ ક્યાંક મંદિર તો ક્યાંક દુકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે. રાજ્યના 4 જિલ્લામાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. બનાસકાંઠામાં મંદિરને નિશાન બનાવી ચાંદીના છત્તરની ચોરી કરી તસ્કરો ફરાર થયા. જ્યારે જૂનાગઢના કેશોદમાં તસ્કરોએ 2 દુકાનોમાં હાથફેરો કર્યો. અંકલેશ્વરમાં શખ્સો ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યા. તો સુરતમાં શખ્સે બંદૂક બતાવી વૃદ્ધ દંપતીને ડરાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો

પાલનપુરમાં તસ્કરોનો તરખાટ

બનાસકાંઠાના પાલનપુરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. ગઢમાં મહાકાળી મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. મંદિરમાંથી તસ્કરો ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થયા છે. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે CCTVને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

કેશોદમાં તસ્કરો બેફાન બન્યા

જૂનાગઢના કેશોદમાં તસ્કરો બેફાન બન્યા છે. પટેલ મિલ રોડ પર બે દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. બાઈકસવાર શખ્સો દુકાનમાંથી ચોરી કરી ફરાર થયા હતા. પોલીસે CCTVને આધારે તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વરમાં ચોર બન્યા બેફામ

અંકલેશ્વરમાં વાત્સલ્ય સોસાયટીમાં ત્રાટક્યા 3 શખ્સ અને ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યા હતા. પડોશી જાગી જતા નાસી છૂટ્યા હતા. ચોરીના પ્રયાસની ઘટના CCTVમાં કેદ થઈ છે.

આ પણ વાંચો: કેરી સહિત શક્કર ટેટીનો વળ્યો સોંથ, કમોસમી વરસાદે ફેરવી ખેતી પાકની 'પથારી', ખેડૂતો બન્યા લાચાર

પોલીસને પડકાર ફેંકતા લુખ્ખાતત્વો

સુરતમાં પોલીસને પડકાર ફેંકતા લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. સચિન પોલીસ સ્ટેશનની સામે લૂંટની ઘટના બની છે. કુરિયર આવ્યું છે કહી શખ્સ ઘરમાં ઘૂસ્યો હતો. ઘરમાં રહેતા વૃદ્ધ દંપતીને બંદૂક બતાવી ડરાવ્યા ત્યારબાદ વૃદ્ધ દંપતિ બૂમાબૂમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા. આમ પડોશીઓએ શખ્સને પકડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha theft Surat Theft Junagadh theft
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ