બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ તારીખ જાહેર થશે ધોરણ 12નું પરિણામ
Last Updated: 07:04 PM, 4 May 2025
બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે એટલે કે, 05 મે 2025ના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર થશે. વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે, જે સવારે 10.30 વાગે ઓનલાઇન મુકાશે. ઉલ્લેખનીય છે કે, ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ આવતીકાલે જાહેર થવાનું છે. બોર્ડની વેબસાઈટ સાથે વોટ્સએપ પર પરિણામ જાહેર થશે
ADVERTISEMENT

આ વોટ્સએપ નંબર પર પણ પરિણામ જાણી શકાશે
ADVERTISEMENT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 05/05/2025ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી''
આ પણ વાંચો: ગુજરાતમાં તસ્કરો બેફામ! ચોર-લૂંટારાઓનો પોલીસને પડકાર! એક જ દિવસમાં લૂંટની 4 ઘટના
ADVERTISEMENT
1.15 લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. જ્યારે 14.28 લાખમાં 12 લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશી તો 1.15 લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.