બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસૂલ તલાટીની ભરતીના ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઈ, જાણો નવી તારીખ
Last Updated: 04:50 PM, 11 June 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની 'મહેસૂલ તલાટી- વર્ગ-૩ સંવર્ગ માટે તારીખ 10 જૂન 2025(સમય રાત્રિના 11:59 કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલી હતી. જે આજે છેલ્લી તારીખ હતી પરંતુ ગૌણ સેવાએ તે ફાર્મ ભરવાની તારીખ લંબાવી છે.
ADVERTISEMENT

ફી ભરવાની છેલ્લી તારીખ જાણો
ADVERTISEMENT
ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલી છે, પરંતુ પરીક્ષા ફી ટેકનીકલ કે અન્ય કારણોસર ઓનલાઈન ભરેલ ન હોવાનું તેમજ અન્ય કારણોસર અરજી પણ ન કરી શકેલ હોવાનું મંડળના ધ્યાને આવ્યું છે. ઉમેદવારોના જાહેર હિતને ધ્યાનમાં લઇને ફરીથી ઓનલાઇન અરજીઓ અને જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોઇ તે ફરીથી ભરી શકે તે માટે મંડળે તારીખ 11 જૂન 2025 થી 12 જૂન 2025 (સમય રાત્રિના 11:59 કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર અરજીપત્રક ભરવા માટે સમય લંબાવામાં આવે છે તથા તા.11/06/2025થી તા.13/06/2025 (સમય રાત્રિના 11:59 કલાક) સુધી પરીક્ષા ફી ભરી શકાશે.

ADVERTISEMENT
શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર (નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ), આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર. જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે તા.12/06/2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.