ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક તરફ બોર્ડની એક્ઝામ, ને બીજી તરફ પોસ્ટ-પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી

બ્રેકિંગ / એક તરફ બોર્ડની એક્ઝામ, ને બીજી તરફ પોસ્ટ-પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી

Published By: Priyankka Triveddi

Last Updated: 12:06 PM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગઇકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થઈ છે તે વચ્ચે પરીક્ષાના માહોલમાં સરકારી ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી છે. રાજ્યમાં શાંતિમય અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે ગભરાહટનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

Post Office Threat: સુરત, વલસાડ અને નવસારી બાદ હવે અમરેલીમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. અજાણ્યા શખ્સોએ ઇ-મેઈલ મારફતે અમરેલી પોસ્ટ ઓફિસને નિશાન બનાવી ધમકી પાઠવી હતી. ધમકી મળતા જ સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસને ખાલી કરાવી દેવામાં આવી અને આસપાસના વિસ્તારમાં પણ ચકાસણી હાથ ધરાઈ. અધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિ પર કડક નજર રાખી છે અને ઇ-મેઈલ મોકલનારની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

નવસારીમાં પણ સમાન ધમકી, પોસ્ટ ઓફિસ ખાલી

અમરેલી પહેલાં નવસારીના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ઇ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા જ બોમ્બ સ્ક્વોડ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સુરક્ષા કારણોસર પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા. ફાયર વિભાગને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. સઘન તપાસ છતાં પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પરંતુ તંત્ર કોઈ જોખમ લેવા તૈયાર નથી.

સુરત, નવસારી, વલસાડ જ નહીં પણ બનાસકાંઠા અને પાલનપુરની પોસ્ટ ઓફિસમાં પણ ધમકી ભર્યા મેઈલ આવ્યા છે જેં લીધે ત્યાં પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે.

આ પણ વાંચો: ''DJ વાળાનું ડીજે બંધ રાખું તો માતા ન કેવાઉં'', ઠાકોર સમાજને લઇ ગેનીબેન પર શું બોલ્યા ભુવાજી?

Vtv App Promotion

સુરક્ષા એજન્સીઓ સક્રિય, સાયબર તપાસ તેજ

લગાતાર અલગ-અલગ શહેરોમાં પોસ્ટ ઓફિસોને નિશાન બનાવી ધમકીઓ મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. પોલીસ દ્વારા સાયબર સેલની મદદથી ઇ-મેઈલના સોર્સ સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ધમકીઓ પાછળ કોઈ શરારતી તત્વો કે સુવ્યવસ્થિત ષડયંત્ર હોવાની શક્યતા પણ તપાસ હેઠળ છે. હાલમાં તમામ સંવેદનશીલ સરકારી કચેરીઓમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Post Office Threat Email Threat

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ