બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Video: PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે: આજે નીકળશે ભવ્ય રોડ શો, જાણો પ્રતિબંધિત-વૈકલ્પિક રૂટ
Last Updated: 08:02 AM, 26 May 2025
Ahmedabad Road Show: ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી માદરે વતન પધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી આજથી તેમના બે દિવસના કાર્યક્રમની શરૂઆત કરશે. આજે સૌથી પહેલા તેઓ વડોદરામાં રોડ શો કરશે. ત્યાર બાદ તેઓ દાહોદ જવા રવાના થશે. દાહોદથી ભુજ અને પછી અમદાવાદ આવશે અને ત્યાર બાદ ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આજના દિવસ દરમિયાન તેઓ 4 શહેરમાં 3 રોડ શો અને 2 જાહેરસભા યોજશે. ત્યારે અમદાવાદમાં પણ વડાપ્રધાન મોદી એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી રોડ શો કરવાના છે. આને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ લોકોને અડચણ ના પડે તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરી લોકોને અવગત કર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો
વડાપ્રધાન મોદી સાંજે અમદાવાદ આવશે અને ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરશે. આ રોડ શો માટે એરપોર્ટ ગુજસેલ પાસેથી શરૂ કરી ઇન્દિરા બ્રિજ સુધી 19 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. રોડ શોના રૂટ ઉપર દરેક જગ્યાએ તિરંગા લગાવવામાં આવ્યા છે. રોડ શોના રૂટ પર અંદાજિત 50,000 જેટલા લોકો રહેશે ઉપસ્થિત રહેશે.
ADVERTISEMENT
અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોને લઈને આ રસ્તાઓ બંધ રહેશે
26 મે (સોમવારે) ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો સાંજે 4 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે આ માટેના વૈકલ્પિક રૂટની માહિતી પણ આપી છે. અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતા હોય તેમને સુભાષબ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ થઈ ગાંધીનગર જવાનું રહેશે અથવા ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલથી ગાંધીનગર સુધી જઈ શકશે. ઇન્દિરાબ્રિજથી એરપોર્ટ સર્કલથી સરદારનગરવાળા રસ્તાથી એરપોર્ટ જવાનું રહેશે.
ADVERTISEMENT
રોડ અને સર્વિસ રોડ સહિતના તમામ રસ્તા બપોરે 1 વાગ્યા બાદ નો પાર્કિંગ ઝોન
ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું કે સમગ્ર રોડ અને સર્વિસ રોડ સહિતના તમામ રસ્તા બપોરે 1:00 વાગ્યા બાદ નો પાર્કિંગ ઝોન રહેશે. 800 બસ આવવાની હોવાથી કોર્પોરેશન સાથે મળીને 10 પાર્કિંગ રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વડોદરામાં પણ રોડ શો
વડોદરામાં વડાપ્રધાનનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. આજે સવારે 10 વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે પીએમ મોદીનું આગમન થશે. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો કરશે. જૂના એરપોર્ટથી એરફોર્સ સુધી સિંદૂર સન્માન યાત્રા યોજાશે. 25000 મહિલાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે, રોડ શોના રૂટ પર પૂરજોશથી તૈયારીઓ થઈ ગઈ છે. રૂટ પર ઓપરેશન સિંદૂરની થીમ પર વિવિધ બેનરો લગાવવામાં આવ્યા છે. રૂટ પર સાંસ્કૃત્તિક ઝાંખી માટે સ્ટેજ બનાવવામાં આવ્યા છે. મહિલાઓ અભિવાદન કરી શકે તે માટે બેરિકેડ લગાવી વ્યવસ્થા કરાઈ છે.
ADVERTISEMENT
વડોદરામાં 26 મે 2025એ સવારે 7 વાગ્યાથી જરૂરિયાત મુજબ રોડ બંધ

દાહોદમાં પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કરશે
વડોદરામાં રોડ શોનું આયોજન સમાપ્ત કર્યા પછી તુરંત તેઓ MI 17 હેલિકોપ્ટરમાં સવાર થઇ દાહોદ જવા રવાના થશે. જ્યાં તેઓ સવારે તેઓ અત્યાધુનિક કારખાનાનું નિરીક્ષણ કરશે અને "મેક ઇન ઇન્ડિયા"ના સ્વપ્નને સાકાર કરતું, ભારતમાં જ બનેલું પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કરશે. અહીં વડાપ્રધાન 24 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને ઉપસ્થિત જનમેદનીને સંબોધન પણ કરશે.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર પછી 2 દિવસ માટે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ભુજમાં 10 હજાર મહિલા સ્વાગત કરશે
દાહોદ બાદ પીએમ ભુજ માટે રવાના થશે. ભુજમાં 10 હજાર બહેનો તેમનું સ્વાગત કરશે. પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટરનો રોડ શો યોજશે. જેમાં 10 હજાર જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકારશે. રોડ શો કર્યા બાદ રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.